મુંબઈ : 2018માં આવેલી પદ્માવત દર્શકોને બહુ પસંદ પડી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને શાહિદ કપૂર બંને પોતપોતાના પાત્રોને કારણે દર્શકોનું ધ્યાન આકર્ષિક કરવામાં સફળ રહ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ વખતે કલાકારો વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોરના સમાચાર વાઇરલ બન્યા છે. આ બંને વચ્ચેની કોલ્ડવોરનું કારણ એકબીજા પર કરાયેલી કમેન્ટ હતી. આ કમેન્ટને કારણે તેમની વચ્ચેનું વાતાવરણ ભડકા જેવું ગરમાગરમ થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે શાહિદ કપૂરે ‘પદ્માવત’ની રિલીઝ દરમિયાન કહ્યું હતું કે તે ભણસાલીનાં સેટ પર પોતાને આઉટસાઇડર અનુભવે છે. આના જવાબમાં રણવીરે કહ્યું હતુ કે, મેં શાહિદને સેટ પર ઘર જેવું ફીલ કરાવવાનો દરેક પ્રયત્ન કર્યો હતો. બંને વચ્ચે બધું જ બરાબર નથી તેવું ત્યારે સામે આવ્યું હતુ જ્યારે રણવીર સિંહ કહ્યું હતુ કે, કમીનેમાં શાહિદનો રોલ તે તેના કરતા પણ વધારે સારો કરી શકતો હતો. રણવીરનાં આ નિવેદન પર શાહિદ કહ્યું હતુ કે, જો હું પદ્માવતમાં ખિલજી હોત તો મારો અલગ અપ્રોચ હોત. જો કે ગત વર્ષે એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે પોતાની કમેન્ટને લઇને શાહિદ કપૂરની માફી માંગી હતી.


ટોચના બોલિવૂડ સ્ટારની પત્નીએ એકાએક ઉતરાવી લીધા પોતાના તમામ વાળ ! કારણ કે...


પદ્માવતમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનો તેમજ દીપિકા પાદુકોણે રાની પદ્માવતીનો રોલ કર્યો હતો. હાલમાં જ રિલીઝ થયેલી રણવીર સિંહની સિમ્બાએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. આ સિવાય રણવીર સિંહ બહુ જલ્દી ગલી બોયમાં આલિયા ભટ્ટના હિરો તરીકે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...