નવી દિલ્હી : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું સેલિબ્રેશન 15 દિવસથી ચાલી રહ્યું છે. શનિવારે આ સેલિબ્રેશનનું છેલ્લું ફંક્શન હતું. આ દિવસે જોડીએ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં બોલિવૂડ માટે ખાસ રિસેપ્શન આપ્યું હતું જેમાં ટોચની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ રિસેપ્શનનો એક ઇનસાઇડર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રણવીર જબરદસ્ત એનર્જીથી અમિતાભ બચ્ચન સાથે 'જુમ્મા ચુમ્મા' ડાન્સ કરતો નજરે ચડે છે. રણવીની એનર્જીથી બધા વાકેફ છે અને આ વીડિયોમાં એનો પુરાવો મળ્યો છે. રણવીરના રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન નંદા, પત્ની જયા બચ્ચન તેમજ પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આવ્યા  હતા. 


દીપવીર રિસેપ્શન : ગજબના લુક પરથી બે મિનિટ નહીં હટાવી શકો નજર


શનિવારે મુંબઈ રિસેપ્શનમાં રણવીર અને દીપિકા વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યા હતા. દીપિકા ખુલ્લા વાળ સાથે ખૂબસુરત લાલ ગાઉનમાં જોવા મળી હતી તો રણવીરે રિસેપ્શન માટે બ્લેક થ્રી પીસ સુટ અને બો પહેરી હતી. દીપવીરના આ રિસેપ્શનમાં અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, શાહરૂખ ખાન, મુકેશ અંબાણીનો પરિવાર, વરૂણ ધવન, ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર, ઇશાન ખટ્ટર, રેખા, આશા પારેખ તેમજ કરીના-સૈફ જેવી બોલિવૂડની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...