Reena Roy : સોનાક્ષીનો ચહેરો તમારા જેવો મળતો આવે છે, એવુ પૂછવા પર રીના રોયે આપ્યો સણસણતો જવાબ
Reena Roy : શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાનો ચહેરો રીના રોયને મળતો આવે છે, અત્યાર સુધી રીના રોયે આ વાત પર ચૂપકીદી સેવી હતી... પરંતું હવે તેઓએ આ વાતનો જવાબ આપ્યો
Reena Roy : સોનાક્ષી સિન્હાનો ચહેરો એકદમ એક્ટ્રેસ રીના રોયને મળતો આવે છે. જે 70 ના દાયકા સ્ટાર રહ્યાં છે. તે સમયમાં શત્રુઘ્ન સિન્હા પણ મોટા સ્ટાર હતા. આ કારણે સોનાક્ષી અને રીના રોયના એકસરખા જેવા લાગતા ચહેરા પર અનેક ચર્ચા ઉઠતી રહી છે. રીના રોય અને શત્રુઘ્ન સિન્હાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એક સમયે તેમના બંનેના અફેરની ચર્ચા પણ રહી છે. રીના રોય 2022 ના વર્ષમાં ફિલ્મી લાઈફને અલવિદા કરી ચૂક્યા હતા. તેના બાદથી તેઓ લાઈમલાઈટથી દૂર રહ્યાં. પંરતુ જ્યારે 2010 માં સોનાક્ષી સિન્હાએ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો તો ફરી રીના રોયની ચર્ચા ઉઠી હતી. કહેવા લાગ્યું કે, બંનેનો ચહેરો એકદમ મળતો આવે છે.
રીના રોયનો જવાબ
હાલમાં જ રીના રોયને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યુ કે સોનાક્ષી સિન્હા એકદમ તેમના જેવા દાય છે. તો રીના રોયે જવાબ આપ્યો કે, આ જિંદગીનો ઈત્તેફાક છે. ઉદાહરણ તરીકે, જીતુજી (જિતેન્દ્ર ) ના માતા અને મારી મમ્મી જોવામા એકદમ જુડવા બહેનો જેવી લાગતી હતી. રીના રોયે આ વાત એક ઈન્ટરવ્યૂમાં કહી હતી.
રીના રોય અને શત્રુઘ્ન સિન્હાનુ હતું અફેર
શત્રુઘ્ન સિન્હાના પુસ્તકમાં ખુલાસો કરાયો હતો કે, રીના રોય અને શત્રુઘ્ન સિન્હા ઈમોશનલી એકબીજા સાથે જોડાયેલી છે. બંને વચ્ચે સંબંધ હતો. રીના રોયે શત્રુઘ્ન સિન્હાને અલ્ટીમેટમ આપ્યુ હતું કે, તેઓ પોતાની સાથે લગ્ન કરી અથવા પોતે 8 દિવસની અંદર અન્ય કોઈ સાથે લગ્ન કરી લેશે. તે સમયે શત્રુઘ્ન સિન્હા પહેલેથી જ પરિણીત હતા. પૂનમ સાથે તેમના લગ્ન થઈ ચૂક્યા હતા.
આ પણ વાંચો :
પાલનપુરમાં અદાણીનો વતન પ્રેમ છલકાયો, કહ્યું-મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા
મોજમાં રહેવાનું શીખવતા કમા બાપાની અંતિમ વિદાય પણ મોજથી નીકળી, આખું ગામ જોતુ રહી ગયું
રીનાએ અલ્ટીમેટમ આપતા રડ્યા હતા શત્રુઘ્ન
પહલાજ નિહલાનીના પુસ્તકમાં જણાવાયુ છે કે, ફિલ્મ હથકડી બાદ તેઓ પોતાની આગામી ફિલ્મમાં રીના રોય, શત્રુઘ્ન સિન્હા અને સંજીવ કુમારને સાઈન કરવા માંગતા હતા. પરંતુ રીના રોયે ઓફર નકારી કાઢી હતી અને કહ્યુ હતું કે, તેઓ ત્યારે જ ફિલ્મ કરશે, જ્યારે શત્રુઘ્ન સિન્હા તેમને લઈને કોઈ નિર્ણય કરે. જ્યારે પહલાજ નહિલાનીએ આ વાત સિન્હાને જણાવી તો તેઓ રડી પડ્યા હતા. આ બાદ તેઓએ રીના રોયને ફોન કર્યો હતો અને વધુ રડી પડ્યા હતા. ત્યારે સિન્હાએ નિર્ણય કર્યો કે તેઓ રીના રોયને પોતાની જિંદગીમાંથી જવા દેશે અને તે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે.
મોહસીન ખાન સાથે લગ્ન કર્યાં
બાદમાં રીના રોયે મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા અને પાકિસ્તાન જતા રહ્યા હતા. લગ્ન બાદ રીના રોયે ફિલ્મોથી બ્રેક લીધો હતો. પરંતુ હવે રીના રોય વાપસી માટે તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યું કે, તેઓ બાગબાન જેવી ફિલ્મ કરવા માંગે છે. તેમજ ઓટીટી વર્લ્ડમાં પણ કામ કરવા ઈચ્છુક છે.
આ પણ વાંચો : Diabetes: આ 4 મસાલાઓની મદદથી કાબૂમાં રહેશે બ્લડ શુગર લેવલ, દર્દીઓને થશે ફાયદો