Bollywood Love Story: આ સદીના મહાનાયક, અમિતાભ બચ્ચન પોતાના શાનદાર કામ માટે તો પ્રસિદ્ધ છે જ પરંતુ સાથે તેમની પર્સનલ લાઇફને લઇને પણ ઘણી વાતો કહેવામાં આવી છે. અમિતાભ બચ્ચને વર્ષો પહેલાં એક્ટ્રેસ જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમની અને રેખાની રિલેશનશિપને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. અમિતાભ બચ્ચને રેખા સાથે ઘણી ફિલ્મો કરે છે અને થોડા સમય પહેલાં રેખાએ એક ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે તે બંનેને એક્સાથે જોઇ જયા રડવા લાગી હતી. આવો આ વિશે વધુ જાણીએ.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rekha-Amitabh ને રોમેન્ટિક થતાં જોઇ રડી પડી હતી જયા-
રેખા એક એવી અભિનેત્રી છે જેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે તેમને અમિતાભ બચ્ચન સાથે પ્રેમ છે અને ઘણીવાર આ બંને કલાકારોને એકસાથે લિંક કરવામાં આવ્યા છે. Stardust ને આપવામાં આવેલા એક થ્રો બેક ઇન્ટરવ્યુંમાં રેખાએ કહ્યું હતું કે ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર (Mukaddar ka Sikandar) ના ટ્રાયલના સમયે જયા બચ્ચન પહેલી રોમાં બેઠેલી હતી જ્યારે અમિતાભ બચ્ચન પોતાના માતા પિતા સાથે બીજી રોમાં બેઠા હતા. રેખાએ જણાવ્યું કે તેમણે જોયું હતું કે જ્યારે તેમના અને અમિતાભ બચ્ચનના 'લવ સીન્સ' ચાલી રહ્યા હતા, તો જયાની આંખોમાંથી મોટા મોટા આંસૂ વહી રહ્યા હતા.


અમિતાભ બચ્ચને Rekha ને કહી આ વાત-
આ ઇન્ટરવ્યુંમાં રેખાએ એ પણ જણાવ્યું હતુંક એ ફિલ્મના ટ્રાયલના લગભગ એક અઠવાડિયા બાદ ઇંડસ્ટ્રીના તમામ લોકો તેમને કહેતા રહ્યા હતા કે અમિતાભ બચ્ચને પોતાના પ્રોડ્યુસરને સ્પષ્ટ કહી દીધું હતું કે તે રેખાની સાથે કામ નહી કરે. રેખાએ જ્યારે આ વિશે ખુદ અમિતાભ બચ્ચનને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે આ વિશે એક પણ શબ્દ કહેશે નહી અને સારું રહેશે કે રેખા તેમને કંઇપણ પૂછે નહી.  


તમને જણાવી દઇએ કે રેખા અને અમિતાભ બચ્ચનના અફેરને લઇને અફવાઓ ત્યારે ઉડવા લાગી જ્યારે બંને 'દો અનજાને' નામની ફિલ્મ પર એકસાથે કામ કરી રહ્યા હતા. એ પણ કહેવામાં આવે છે કે યશ ચોપડાની ફિલ્મ 'સિલસિલા' અમિતાભ બચ્ચન અને રેખાના લવ ટ્રાયએંગલનું ઓન સ્ક્રીન પોર્ટેઅલ હતું.