રેખાને પકડીને જબરદસ્તી કિસ કરતો રહ્યો આ હીરો! સીન જોઈ સેટ પર વાગી સીટીઓ
Happy Birthday Rekha: આજે રેખાનો જન્મ દિવસ છે. બોલિવુડની એવરગ્રીન બ્યૂટી રેખાનો જન્મ 10 ઓક્ટોબર, 1954માં ચેન્નાઇમાં થયો. રેખા સાઉથના ફેમસ એક્ટર જૈમિની ગણેશનનો દિકરી છે. રેખાની માતા પુલ્પાવલ્લી તેલૂગુ એક્ટ્રેસ છે.
નવી દિલ્લીઃ બોલીવુડની જાંજરમાન અભિનેત્રી રેખાનો આજે જન્મદિવસ છે. રેખા એક એવી અભિનેત્રી છે જેની સાથે તેના કરિયરની શરૂઆતથી જ અનેક વિવાદો જોડાયેલાં રહ્યાં છે. તેમજ રેખાની લવલાઈફ અને મેરેજ લાઈફ પણ એટલાં જ વિવાદોથી ભરેલી રહી છે. બોલીવુડમાં જ્યારે રેખાની એન્ટ્રી થઈ તે સમયે પણ એક ભારે વિવાદ થયો હતો. જેમાં તે સમયના દિગ્ગજ અભિનેતાએ સેટ પર રેખાની પકડીને કિસ કરી ત્યારે આ સીન જોઈને સેટ પર વાગવા લાગી સીટીઓ. ડાયરેકટર કટ-કટ બોલતા રહ્યાં પણ હીરો રેખાને છોડવાનું નામ નહોંતો લેતો. રેખાના જન્મદિવસ પણ જાણો આ રોચક કિસ્સો... 64માં જન્મદિવસ પર રેખાની જિંદગીથી જોડાયેલી કેટલીક રોચક વાતો પણ જાણીએ...
આજે રેખાનો જન્મ દિવસ છે. બોલિવુડની એવરગ્રીન બ્યૂટી રેખાનો જન્મ 10 ઓક્ટોબર, 1954માં ચેન્નાઇમાં થયો. રેખા સાઉથના ફેમસ એક્ટર જૈમિની ગણેશનનો દિકરી છે. રેખાની માતા પુલ્પાવલ્લી તેલૂગુ એક્ટ્રેસ છે. જેમ અમિતાભ બચ્ચનને બોલીવુડનો એંગ્રીયંગ મેન કહેવામાં આવે છે એજ રીતે રેખાને બોલીવુડની એવરગ્રીન બ્યૂટી કહેવામાં આવે છે. રેખા અને અમિતાભની પ્રેમકહાની જગજાહેર છે. જોકે, બોલીવુડનું લવબર્ડ ક્યારેય એક થઈ શક્યું નહીં.
ઉલ્લેખનીય છેકે, 1966માં પોતાના કરિયરની શરૂઆત કરરનારી રેખાએ ફિલ્મી દુનિયામાં ઘણી ઉતાર-ચઢાવ જોયા. રીલની સાથે સાથે રિયલ લાઇફમાં પણ ઘણા એવા બનાવો બન્યા જેણે જાણીને તમે પણ ચોંકી જશે. રેખાએ પોતાના 50 વર્ષના ફિલ્મી કરિયરમાં 180 થી વધારે ફિલ્મો કરી, જેમાંથી કેટલીક B ગ્રેડની ફિલ્મો પણ હતી. રેખાએ પોતાના કરિયરની શરૂઆત 'સાવન ભાદો' ફિલ્મથી કરી અને આજ તેની પહેલી હિટ ફિલ્મ હતી. પરંતુ 'પ્રાણ જાય પર વચન ન જાએ' એક એવી ફિલ્મ છે જેમાં ઘણા સીન્સ વખતે રેખા ન્યૂડ જોવા મળી, જે તે સમયે બહુ મોટી વાત કહેવાતી.
ફિલ્મમાં એક્સપોઝ કરતી રેખાના પોસ્ટર્સ જોઇને તે સમયે ઘણો વિવાદ થયો હતો, જોકે ઓડિયન્સ માત્ર રેખાને જોવા માટે થિયેટર્સ સુધી પહોંચી હતી. ફિલ્મમાં રેખા એક તવાયફના રોલમાં જોવા મળી હતી. રેખાએ તળાવમા નહાવાથી લઇને કપડા વગર બહાર આવનારા સીનથી વધારે ચર્ચામાં આવી. આ ફિલ્મ જોવા માટે થિયેટર્સની બહાર લાંબી લાઇન લાગી હતી.
પારિવારિક સ્થિતિ સારી ના હોવાને કારણે તેણે નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યુ. શરૂઆતી દિવસોમાં રેખાએ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ. બોલિવુડમાં રેખાને કામસૂત્ર જેવી ઇરૉટિક ફિલ્મોમાં પણ ભાગ બનવું પડ્યું હતુ. વાસ્વતમાં તે સમયે આવેલી આ ફિલ્મમાં અમુક સીન ખૂબ જ બોલ્ડ હતા, પરંતુ રેખાએ હંમેશા સાબિત કર્યુ છે કે તે કોઇ પણ રોલ કરી શકે છે.
આ સિવાય પોતાની બાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી' માં એક કિસ્સો છે જેમાં રેખાએ જણાવ્યુ કે, તેણે પોતાની પહેલી બોલિવુડ ફિલ્મમાં યૌનશોષણનો સામનો કરવો પડ્યો હતો અને કિસ્સો કહ્યો કે, તે 15 વર્ષની હતી અને 'અનજાના સફર' ની શૂટિંગ કરી રહી હતી આ ફિલ્મમાં તેના કોસ્ટાર વિશ્વજીત ચેરર્જી હતા. રેખાએ એક દિવસ ફિલ્મના રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરવા માટે પહોંચી જ્યારે ડિરેક્ટરે એક્શન કહ્યુ, તેવું જ ફિલ્મના એક્ટર વિશ્વજીત રેખાને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યા અને રેખાએ તેમણે દૂર કરવાનું પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે કિસ કરાવીનું ના છોડ્યુ. આ કિસ કેમેરાની સામે પાંચ મિનિટ સુધી ચાલતી રહી. યૂનિટના તમામ સભ્યો વિશ્વજીતની હરકત પર સીટોઓ વગાડી રહ્યા હતા. જોકે આ પછી મીડિયામાં અમેરિકાના ફેમેસ મેગેઝિનએ 'ધ કિસિંગ ક્રાઇસિસિ ઑફ ઇન્ડિયા' કહ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube