આલિયા અને વરૂણ વિશે આવ્યા એવા સમાચાર કે બળીબળીને બેઠો થશે રણબીર
રણબીર અને આલિયા હાલમાં રિલેશનશીપમાં છે
નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાની બોલિવૂડની કરિયરની શરૂઆત કરી છે. આ જોડી હંમેશા દર્શકોનું દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. આ જોડીની એકપણ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત નથી થઈ. દર્શકો તેમની આગામી ફિલ્મ 'કલંક'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આલિયા અને વરૂણને લગતા એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન હવે આલિયા અને વરૂણને લઈને રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે આ સમાચાર આલિયાના લેટેસ્ટ પ્રેમી રણબીર કપૂરને નહીં ગમે કારણ કે વરૂણ ધવન સાથે તેના સંબંધો ખાસ મૈત્રીપુર્ણ નથી.
બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે. વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે. વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.
'સિમ્બા'ની સફળતાએ રોહિતને બનાવ્યો નંબર વન ડિરેક્ટર, મળી કોઈને ન મળી હોય એવી સિદ્ધિ
આ ઘટનાની મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે રણબીર અને વરુણ ધવન કરણ જોહરની પાર્ટીમાં ગયા હતા. આ દરમિયાન મજાક-મસ્તી કરતા તેઓ ઝઘડી ઉઠ્યા. રિપોર્ટ મુજબ વરુણ ધવને તો ત્યાં સુધી કહી દીધું હતું કે જ્યારે રણબીર કપૂર તેના ઘરે આવે તો તેને ઈન્વાઈટ ના કરે. આ ઉપરાંત જે રૂમમાં રણબીર રોકાવાનો હોય ત્યાં રોકાવાનો વરુણ ઈનકાર કરી દે છે.