નરેશ ધારાણી/ ઝી મીડિયા/બ્યૂરો: મેગા બજેટની ફિલ્મોમાં પ્રથમ વખત ખુબજ દમદાર અંદાજમાં મોટા પરદા પર રામાયણ દેખાડવામાં આવશે. આ ફિલ્મની ઘણી એવી રસપ્રદ વાતો છે જેનાથી ફેન્સમાં રામાયણ માટે ખુબજ આતુરતા જોવા મળી રહી છે. રામાનંદની રામાયણતો તમામ લોકોને યાદ જ હશે. પરંતુ આ માટા પરદાની કહાની ખુબજ અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 400 કરોડ જેટલું છે. જેમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામાયણ જેવી કહાનીમાં પ્રભાસ પ્રથમ વખત કામ કરશે. જે પ્રભાસની મેગા બજેટની ફિલ્મોમાંથી એક ફિલ્મ હશે. બોલીવુડ એક્ટર સેફ અલી ખાન અને પ્રભાસની આદિપુરૂષની રિલિઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. 11 ઓગસ્ટ 2022માં આ ફિલ્મને થિયેટરોમાં રિલિઝ કરવામાં આવશે. જો કે, ફિલ્મ માટે હજુ ચાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


આ પણ વાંચો:- મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ચોંકાવનારો ખુલાસો


રાવણના પાત્રમાં જોવા મળશે આ એક્ટર
ફિલ્મ આદિપુરૂષમાં રાવણનું પાત્ર સૈફ અલી ખાન નિભાવશે. આ પહેલા ફિલ્મ તાનાજીમાં નેગેટિવ રોલમાં સૈફ અલી ખાન નજરે પડ્યો હતો. પરંતુ લોકોને હવે રાવણના પાત્રમાં સૈફ અલી ખાનને જોવા માટે આતુરતા છે. જ્યારે રામના પાત્રમાં પ્રભાસ જોવા મળી શકે છે. પ્રભાસ ફિલ્મ બાહુબલીમાં એક રાજકુમાર યોદ્ધાના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મ આદિપુરૂષમાં ફરી પ્રભાસ રાજકુમારની ભૂમિકામાં જોવા મળી શકે છે. જેથી હવે ફેન્સમાં પ્રભાસના લુકને જોવાનો ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- 53 વર્ષની ઉંમરે માધુરી દેખાય છે 30 વર્ષની, જાણો અભિનેત્રીના બ્યુટી સિક્રેટ્સ


અનેક ભાષામાં રિલિઝ થશે આદિપુરૂષ
ફિલ્મ આદિપુરૂષ સાહો અને બાહુબલીની જેમ અનેક ભાષામાં રિલિઝ કરવામાં આવશે. ફિલ્મના પોસ્ટમાં આપેલી માહિતી મુજબ આદિપુરૂષને હિન્દી, તેલુગૂ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલિઝ કરવામાં આવશે. આદિપુરૂષનું નિર્દેશક લોકમાન્ય અને તાનાજી જેવી ફિલ્મોમાં નિર્દેશન કરી ચુકેલા દિગ્ગજ નિર્દેશક ઓમ રાઉત કરશે. તાનાજી ફિલ્મમાં સૈફ અલી ખાન ઓમ રાઉત સાથે કામ કરી ચુક્યા છે.


આ પણ વાંચો:- ચીયર્સ લિડર્સને જોઈને કયા ક્રિકેટરનું ધ્યાન ભંગ થાય છે? રૈનાએ આપ્યો જવાબ


અક્ષય કુમારની રામસેતુ સાથે થઈ શકે છે ટક્કર
બોલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ રામસેતુની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ફિલ્મની રિલિઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ત્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અક્ષય કુમારની રામસેતૂની આદિપુરૂષ સાથે ટક્કર થઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube