53 વર્ષની ઉંમરે માધુરી દેખાય છે 30 વર્ષની, જાણો અભિનેત્રીના બ્યુટી સિક્રેટ્સ

માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની સુંદરતા પાછળ લોકો પાગલ છે. તેની એક મુસ્કાન, હંમેશા તાજો દેખાતો તહેરો અને એનર્જીથી ભરપૂર પર્સનાલિટી જ માધુરીની સુંદરતાના સૌથી મોટા પહેલું છે. માધુરી 53 વર્ષની છે પરંતુ આજે પણ તે 30 વર્ષની લાગે છે.

53 વર્ષની ઉંમરે માધુરી દેખાય છે 30 વર્ષની, જાણો અભિનેત્રીના બ્યુટી સિક્રેટ્સ

મુંબઈ: માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની સુંદરતા પાછળ લોકો પાગલ છે. તેની એક મુસ્કાન, હંમેશા તાજો દેખાતો તહેરો અને એનર્જીથી ભરપૂર પર્સનાલિટી જ માધુરીની સુંદરતાના સૌથી મોટા પહેલું છે. માધુરી 53 વર્ષની છે પરંતુ આજે પણ તે 30 વર્ષની લાગે છે. માધુરી દીક્ષિતે હાલમાં જ પોતાની ગ્લોઈંગ સ્કિનના સિક્રેટ્સ ફેન્સ સાથે રજુ કર્યા હતા.     

માધુરીએ પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં માધુરીએ પોતની બ્યુટી અને સ્કિન કેર રૂટિન અંગે કેટલીક વાતો કરી. માધુરી કહે છે કે સ્કિનને સુંદર અને હેલ્ધી રાખવા માટે તેની દેખભાળ બહારના સ્તરે પણ કરવી જોઈએ અને અંદરના સ્તરે પણ. માધુરીના જણાવ્યા મુજબ આપણે આપણી સ્કિન પર શું લગાવીએ છીએ તેની સાથે એ વાત પણ મહત્વની છે કે તમે એવો ડાયટ લો કે સ્કિનની સુંદરતા વધારે. 

ત્વચાને અંદરથી હેલ્ધી રાખવા માટે માધુરી અજમાવે છે આ ઉપાયો...

  • રોજ 8 ગ્લાસ પાણી  પીઓ. તે તમારી સ્કિનને હાઈડ્રેટેડ રાખે છે. 
  • ડીપ ફ્રિઝ ભોજનથી બચો. તાજા શાકભાજી વધુ ખાઓ. 
  • આ ઉપરાંત સ્વીટ, શુગરવાળી વસ્તુઓનું સેવન ઓછું કરો. તેનાથી પિંપલ્સની સમસ્યા ઓછી થશે. 
  • તાજા ફળોનું સેવન કરો. જ્યૂસ પીવાની જગ્યાએ ફળો સીધા જ ઉપયોગમાં લો.
  • ભરપૂર ઊંઘ લો. રોજ 7-8 કલાક સૂઓ. તેનાથી તણાવ ઓછો થશે અને ચહેરા પર ફ્રેશનેસ દેખાશે. 
  • પોઝિટિવ વિચારો, નકારાત્મક વિચારોની અસર તમારી સ્કિન પર દેખાય છે. આથી સકારાત્મક વિચારો. 
  • રોજ એક્સસાઈઝ કરો. 

ત્વચાને બહારથી હેલ્ધી રાખવા માટેની ટિપ્સ

  • સૂતા પહેલા મેક અપ ઉતારીને સૂઈ જાઓ. ચહેરા પર ટોનર કે ગુલાબજળ લગાવો. 
  • વિટામીન સીવાળા સીરમને સ્કિન પર લગાવો. ત્યારબાદ મોશ્ચરાઈઝર લગાવો. 
  • રોજ સવારે ચહેરો સ્વચ્છ કરો અને ઘરેથી બહાર જતા પહેલા સનસ્ક્રિન લગાવો. 
  • હોમમેડ ફેસ માસ્ક લગાવો. આ માટે મધ, લીંબુ, દૂધ અને ગુલાબજળનો ઉપયોગ કરો. 
  • જ્યારે સ્કિન ડલ અને કરમાયેલી લાગે તો ચહેરા પર કાકડીની સ્લાઈસ લગાવો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news