મુંબઈ : ‘કસોટી ઝિંદગી કી‘ના રિમેકની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ રિમેકમાં પ્રેરણા બાસુનો રોલ એરિકા ફર્નાન્ડિસ ભજવી રહી છે. હાલમાં ચર્ચા હતી કે કોમોલિકાના રોલ માટે મધુરિમા તુલી અને હીના ખાન સાથે વાતચીત ચાલી રહી હતી પણ આખરે આ રોલ માટે અક્ષરાનો રોલ કરીને ફેમસ થયેલી હિના ખાનની પસંદગી કરી લેવામાં આવી છે. ‘કસોટી ઝિંદગી કી 2’માં હિના ખાન કોમોલિકાનો નકારાત્મક રોલ ભજવશે. મૂળ સિરિયલમાં ઉર્વશી ધોળકિયાએ કોમોલિકાનો રોલ કર્યો હતો અને ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે આ રોલમાં હિના ખાન પોતાના રંગ ભરશે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ સિરિયલમાં અનુરાગ બાસુનો રોલ કરવા માટે એક્ટર શરદ મલ્હોત્રાની પસંદગી કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કસોટી ઝિંદગી કીની રિમેક માટે હિના ખાનની પસંદગી થઈ ગઈઆ હોવાના કારણે દર્શકોને તેનો અનોખો અંદાજ જોવા મળશે. આ સિરિયલમાં તે ખુંખાર વહુ તરીકે જોવા મળશે. જોકે ડાહી વહુ અક્ષરા તરીકે લોકપ્રિય હિના ખાનનું લડાયક રૂપ સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળ્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...