નવી દિલ્હી: પ્રસિદ્ધ બોલીવુડ નિર્માતા અનિલ સૂરી (Anil Suri)નું નિધન થયું છે. 77 વર્ષીય અનિલ સૂરી કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત હતા. અનિલના નિધનના સમાચારની પુષ્ટિ તેમના ભાઇ રાજીવ સૂરીએ કરી હતી. રાજીવે જણાવ્યું કે તબિયતઅ વધુ બગડતાં તેમને પહેલા લીલાવતી, પછી હિંદુજા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. તેમનું કહેવું છે કે બંને બંને ચિકિત્સા સંસ્થાઓમાં તેમને બેડ આપવાની ના પાડી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ સૂરીને આખરે એડવાન્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. બુધવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા. 

ડરાવવા લાગ્યો કોરોના, ઘણા રાજ્યોમાં એક મે સુધી 10 ગણા કેસ વધ્યા


અનિલ સૂરી ફિલ્મ 'કર્મયોગી'ના નિર્માતા હતા. આ ફિલ્મ ખૂબ હિટ થઇ હતી. આ ફિલ્મમાં રાજકપૂર, જિતેન્દ્ર અને રેખાએ અભિનય કર્યો હતો. તેમની બનાવેલી 'રાજ તિલક' પણ સિનેમાઘરોમાં ખૂબ ચાલી હતી. તેમાં સુનિલ દત્ત, રાજકુમાર, હેમા માલિની, ધમેન્દ્ર, રીના રોય, સારિકા અને કમલ હસને અભિનય કર્યો હતો. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube