નવી દિલ્હી: ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસ 12નું ગ્રેન્ડ ફિનાલે શરૂ થઇ ગયું છે. આજે આ શોના વિજેતાનું નામ બધાની સામે આવશે. ટોપ 5 ફાઇનાલિસ્ટ દિપીકા કક્કડ, દીપક ઠાકુર, શ્રીસંત, કરણવીર બોહરા અને રોમિલ ચૌધરી હતા. જેમાંથી એક કન્ટેસ્ટેન્ટ કરણવીર બોહરા વિનરની રેસથી બહાર થઇ ગયો છે. ટોપ 5માં સૌથી ઓછા વોટ્સ કરણવીરને મળ્યા છે. ત્યારે કરણવીર પછી ટોપ-4માં રૌમિલને ચૌધરી ઓછા વોટ મળતા તે પણ વિનરની રેસમાંથી બહાર થયા બાદ દિપક ઠાકુર પણ 20 લાખ રૂપિયા લઇને બહાર થયો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...