નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ કનેક્શનને લઇને રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે રિયાને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. રિયાના ભાઇ શોવિક અને સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાંડા પહેલાથી NCBની કસ્ટડીમાં છે. આજે રિયાની શોવિક અને મિરાંડા સામે બેસી પૂછપરછ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી


ડ્રગ્સ કનેક્શનમાં  NCB તૈયાર કર્યું, બોલીવુડ સિતારાઓનું લિસ્ટ, પાર્ટીઓને પણ થયો ખુલાસો


ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ બ્યૂરો (NCB) ની ટીમે પોતાનું ડોઝિયર તૈયાર કરી લીધું છે. આ ડોઝિયરમાં આશરે 25 બોલીવુડ સેલિબ્રિટીના પણ નામ છે, જેનો ખુલાસો રિયા ચક્રવર્તીની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી થયો છે. એનસીબીએ આ ડોઝિયરમાં કાર્ટેલ એ, કાર્ટેલ બી, સીના ભાગમાં આ બોલીવુડ સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. NCBની સામે તેમાંથી કેટલાક નામોનો ખુલાસો શોવિક અને રિયા ચક્રવર્તીએ કર્યો છે. 


આ પણ વાંચો:- સુશાંત કેસમાં NCBની ઓફિસ પહોંચી Rhea Chakraborty, શું આજે થઇ શકે છે ધરપકડ?


સૂત્રો પ્રમાણે, તો એનસીબીએ ડ્રગ્સ પેડલર પાસેથી જે ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરી હતી તેમાં ઘણા બોલીવુડ કનેક્શન સામે આવ્યા છે. ત્યારબાદ એનસીબીની એસઆઈટી ટીમે ડોઝિયર તૈયાર કર્યું છે. હવે એનસીબી તરફથી જલદી આ બધાને સમન મોકલવામાં આવશે અને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. હજુ આ લિસ્ટને એનસીબીના વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર