મુંબઇ: આજે પણ NCB ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલી રહી છે. NCB કમિશનર રિયાથી સવાલ કરી રહ્યાં છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા અને બાકી આરોપીઓનો આમનો સામનો થઇ શકે છે. મોટા સમાચાર આવી રહ્યાં છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ ફેમસ બોલિવુડ સિંગર જાહેર થઈ કોરોના પોઝિટિવ


મુંબઇ પોલીસ પાસે પહોંચી રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ મુંબઇ પોલીસ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડોક્ટર તરૂણ કુમાર સામે પણ રિયાએ ફરિયાદ નોંધાવી છે. દવાઓની ખોટી રીતે ભલામણ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.


જેમણે સુશાંતના મોતનું રચ્યું ષડયંત્ર
સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત હવે રહસ્યમય બન્યું છે. જેમાં માત્ર સસ્પેન્સ જ સસ્પેન્સ છે. કોઈને ખબર નથી કે સત્ય શું છે, સિવાય તે થોડા લોકો કે જેમણે સુશાંતના મોતનું ષડયંત્ર રચ્યું હતું. સુશાંત સિંહ કેસમાં સીબીઆઈ અને ઇડી સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ પણ ચાલી રહી છે. આજે સૌથી મોટી આરોપી રિયાની પૂછપરછનો બીજો દિવસ છે.


આ પણ વાંચો:- સુશાંતનું અધુરુ સપનું પુર્ણ કરવા માટે અંકિતા સામે આવી, કરી રહી છે આ મોટુ કામ


જ્યારે રડવા લાગ્યા રિયા અને તેનો ભાઇ શોવિક
રવિવારના એનસીબીએ લગભગ 5 કલાક સુધી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો સામનો તેના ભાઇ શોવિકથી થયો તો બંને રડવા લાગ્યા હતા.


સૂત્રોનું માનીએ તો રવિવારે રિયાએ જે જવાબ આપ્યા તેના આધાર પર આજે supplimentary question બનાવવામાં આવ્યા છે. આજે સવાલોની શરૂઆત ગઇકાલે પૂછવામાં આવેલા કેટલાક સવાલોથી કરવામાં આવી. એનસીબી આ જાણવા ઇચ્છે છે કે ગઇકાલના જવાબ અને આજના જવાબમાં કેટલી સમાનતા છે. સાથે જ રિયાએ ગઇકાલે કેટલાક ડોક્યુમેન્ટ લાવવા માટે કહ્યું હતું, જે તે આજે લઇને પહોંચી છે.


આ પણ વાંચો:- ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા


NCBની કસ્ટડીમાં કોણ કોણ છે?
સૌથી છેલ્લે તપાસ શરૂ કરનાર એજન્સી NCBએ સૌથી પહેલા સૌથી મોટું એક્શન લીધું. NCBએ સુશાંત કેસમાં ગતી અને તૈયારી બંને દેખાડી છે. ઝડપી પૂછપરછ કરી, ઝડપી દરોડા પાડ્યા અને તાબડતોડ ધરપકડ કરી. તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં NCBની કસ્ટડીમાં કોણ-કોણ છે.


શોવિક ચક્રવર્તી (રિયાનો ભાઇ)
સેમ્યુઅલ મિરાંડા (સુશાંતનો હાઉસ મેનેજર)
જૈદ વિલાત્રા, ડ્રગ્સ પેડલર (જેનો ચેટમાં ઉલ્લેખ છે)
વાસિત પરિહાર, ડ્રગ્સ પેડલર (આનો પણ ચેટમાં ઉલ્લેખ છે)
દીપેશ સાવંત (સુશાંતનો પૂર્વ હાઉસ સ્ટાફ)


આ પણ વાંચો:- શું સુશાંતને આપવામાં આવ્યુ હતુ ઝેર? જાણકારી મેળવવા બીજીવાર થશે વિસરાની તપાસ


સૂત્રોના અનુસાર, દીપેશ સાવંત NCBનો સરકારી સાક્ષી બનવા તૈયાર થઇ ગયો છે. સાથે જ દીપેશ સાવંતે NCB સામે કેટલીક મહત્વની વાતનો સ્વિકાર કર્યો છે. આ વાત ક્યાંકને ક્યાંક NCB માટે મોટી સફળતા સાબિત થઇ શકે છે. અત્યાર સુધી NCBએ ઘણાં ડ્રગ પેડલરની પણ પૂછપરછ કરી છે, તેમાં ઘણા ખુલાસા થયા છે.


આ ખૂબ જ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરવી સરળ નહોતું, પરંતુ દેશની ત્રણ તપાસ એજન્સીઓએ સંપૂર્ણ તૈયારી અને સમજ સાથે કામ કર્યું અને એકબીજાને મદદ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર