નવી દિલ્હીઃ Rhea Chakraborty Comeback With Roadies Season 19: વીજે તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર રિયા ચક્રવર્તી ઘણા સમયથી ટીવીથી દૂર હતી, પરંતુ હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રિયા જલદી નાના પડવા પર વાપસી કરશે અને તે પણ ગેંગ લીડર બનીને. રિયા એમટીવી શો રોડીઝની 19મી સીઝનમાં (Roadies Season 19) ગેંગ લીડર તરીકે જોવા મળશે. તેનો પ્રોમો પણ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડીઝ 19થી રિયાની ટીવીમાં વાપસી
રિયા ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોડીઝ 19નો લેટેસ્ટ પ્રોમો શેર કર્યો છે. 'રોડીઝ કર્મ કે કાંડ'ના પ્રોમોમાં રિયાને ઓલ બ્લેક લુકમાં જોઈ શકાય છે. વીડિયોમાં તેણે કહ્યું, 'તમને શું લાગ્યું હું પરત નહીં ફરૂ, ડરી જઈશ... ડરવાનો વારો હવે બીજાનો છે. મળીએ ઓડિશન પર.' રિયા પ્રિન્સ નરૂલા (Prince Narula) અને ગૌતમ ગુલાટી (Gautam Gulati)ની સાથે ગેંગ લીડરના રૂપમાં ધમાલ મચાવશે.   


જ્યારે રામાયણના 'રાવણ'એ ડ્રીમ ગર્લને માર્યા હતા 20 લાફા, અને પછી અભિનેત્રીની.....


રિયા ચક્રવર્તીના વિવાદ
વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ લાગ્યા હતા. તેના પર કેસ ચાલ્યો અને તેણે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ સિવાય તેણે ખુબ ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube