જ્યારે રામાયણના 'રાવણ'એ ડ્રીમ ગર્લને માર્યા હતા 20 લાફા, હેમા માલિનીની હાલત થઈ ગઈ હતી ખરાબ, ડરી ગયા હતા એક્ટર
When Arvind Trivedi Slapped Hema Malini 20 Times- રામાનંદ સાગરના રામાયણે ઘણા એક્ટરોનું ભાગ્ય ચમકાવી દીધુ. તેમાંથી એક અભિનેતા અરવિંદ ત્રિવેદી પણ હતા. અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રએ તેમને ટીવીની દુનિયામાં ક્યારેય ન ભૂલાનારૂ નામ બનાવી દીધુ. અરવિંદ ત્રિવેદીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આજે જાણો અભિનેતા સાથે જોડાયેલો એક કિસ્સો.
Trending Photos
નવી દિલ્હીઃ રામાનંદ સાહરના રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવી ચુકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ઘર-ઘરમાં ઓળખ બનાવી. અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્રને પડદા પર એ રીતે જીવંત કર્યો કે લોકો તેમને અસલ જિંદગીમાં રાવણ સમજવા લાગ્યા હતા. રામાયણ જોયા બાદ ઓડિયન્સથી લઈને ફિલ્મ મેકર્સ સુધી તેમના અભિનયના દીવાના બની ગયા હતા. અરવિંદ ત્રિવેદીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે એક્ટરની ફિલ્મ સફર સાથે જોડાયેલી એક રસપ્રદ કહાની તમને જણાવી રહ્યાં છીએ.
વાસ્તવમાં, અરવિંદ ત્રિવેદીએ જે ફિલ્મોમાં કામ કર્યું હતું તેમાંથી એક રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા રામાનંદ સાગરે પોતે લખી હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી મહત્વની ભૂમિકામાં હતા. અમે અહીં જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે 1979માં આવેલી ફિલ્મ 'હમ તેરે આશિક હૈ' છે. આ ફિલ્મમાં જિતેન્દ્રની સાથે 'ડ્રીમ ગર્લ' એટલે કે હેમા માલિનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફટકાર્યા હતા 20 લાફા
આ ફિલ્મમાં એક એવો સીન હતો જેમાં અરવિંદ ત્રિવેદીએ હેમા માલિનીને થપ્પડ મારવાની હતી. આ સીનના શૂટિંગ દરમિયાન એક્ટરે ડ્રીમ ગર્લને 1 કે 2 નહીં પરંતુ 20 થપ્પડ ફટકારી હતી. હકીકતમાં અરવિંદ ત્રિવેદીએ હેમા માલિનીને માત્ર એક લાફો મારવાનો હતો, પરંતુ તે સમય સુધી અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ચુકી હતી.
હેમા માલિનીને જોઈ ગભરાઈ ગયા હતા એક્ટર
હેમા માલિનીને પોતાની સામે જોઈ બધાને ડરાવનાર રાવણ પણ ખુબ ડરી ગયા હતા. તે હેમા માલિની પર હાથ ઉપાડતા ગભરાઈ રહ્યાં હતા. પરંતુ મેકર્સે તેમને કહ્યું કે તે ભૂલી જાય કે તેમની સામે કોઈ મોટા સ્ટાર છે, પરંતુ તે એટલા ડરેલા હતા કે આ સીનને શૂટ કરવા માટે 20 ટેક લેવા પડ્યા હતા.
અરવિંદ ત્રિવેદી વિક્રમ અને બેતાલમાં પણ રામાનંદ સાગરની સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મમાં તેમણે એક તાત્રિકની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રામાયણના રાવણ માટે તેમનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે