Sushant Case માં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ દિવસે થઇ શકે છે સુનાવણી
સુશાંત સિંહ રાજપૂતના મોતનના મામલે હવે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેમના ભાઇ શોવિત ઘેરાતા જોવા મળી રહ્યા છે. બંને વિરૂદ્ધ FIR દાખલ થયા બાદ આજે મની લોન્ડ્રીંગનો કેસ પણ દાખલ થઇ ચૂક્યો છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોતનના મામલે હવે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેમના ભાઇ શોવિત ઘેરાતા જોવા મળી રહ્યા છે. બંને વિરૂદ્ધ FIR દાખલ થયા બાદ આજે મની લોન્ડ્રીંગનો કેસ પણ દાખલ થઇ ચૂક્યો છે. પરંતુ હવે રિયા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખડાવી ચૂકી છે. જેને લઇને આ જાણકારી સામે આવી રહી છે કે સુનાવણી 5 ઓગસ્ટના રોજ કોર્ટમાં થઇ શકે છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટમાં Computer Generated લિસ્ટ અનુસાર આ કેસમાં 5 ઓગસ્ટના રોજ સુનાવણીની સંભાવના છે. જોકે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે રિયા ચક્રવતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં માંગ કરી છે કે પટના બિહારમાં દાખલ એફઆઇઆરમં પોલીસની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવામાં આવે અને તપાસને બિહારથી મુંબઇ ટ્રાંસફર કરવામાં આવે જ્યાં આ કેસમાં પહેલાંથી જ તપાસ ચાલી રહી છે, એક કેસની તપાસ બે જગ્યાની પોલીસ ન કરી શકે.
વકીલે જણાવ્યું કે જ્યારે પહેલાં જ તપાસ મુંબઇમાં ચાલી રહી છે અને તેની પુરી જાણકારી લોકોને છે તો એવામાં બિહારમાં આ મામલે એક જ ઘટના પર કેસ દાખલ કરવો ગેરકાનૂની છે અને સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયોની અનદેખી છે જેમાં સુપ્રીમ કોર્ટના ઘણા ચૂકાદા છે જેમાં સુપ્રીમ કોર્ટે એક જ કેસમાં ઘણા રાજ્યોમાં ફરિયાદને સૌથી પહેલાં તપાસ શરૂ કરનાર રાજ્યની પોલીસને ટ્રાંસફર કરી છે.
સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube