ફક્ત સુશાંત જ ડ્રગ્સ લેતા હતા, હું કોઇ સિંડિકેટનો ભાગ નથી: રિયા
રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદના કારણે હાઇકોર્ટે બુધવારની કાર્યવાહી સ્થગિત કરી દીધી અને હવે તેમના પર ગુરૂવારે સુનાવણી થવાની સંભાવના છે.
નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા માદક પદાર્થ કેસમાં ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) મુંબઇ હાઇકોર્ટમાં દાખલ જામીન અરજીમાં કહ્યું કે તે નિર્દોષ છે અને એનસીબી જાણીજોઇને તેમના પર અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યું કે તે 'વિચ હંટ'નો શિકાર થઇ છે. હાઇકોર્ટે મંગળવારે દાખલ જામીન અરજીમાં રિયા ચક્રવર્તીને કહ્યું કે તે ફક્ત 28 વર્ષની છે અને એનસીબીની તપાસ ઉપરાંત તે સાથે સાથે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની ત્રણ તપાસ અને 'સમાનાંતર મીડિયા ટ્રાયલ'નો સામનો કરી રહી છે.
મારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે: રિયા
તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઇ પોલીસ, સીબીઆઇ અને ઇડીની તપાસનો હવાલો આપી રહી છે. રિયા ચક્રવર્તીએ કહ્યું કે આ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખી રહ્યા છે. તેમણે પોતાના વકીલના માધ્યથી દાખલ અરજીમાં કહ્યું કે કસ્ટડીની અવધિ વધારવાથી તેમની માનસિક સ્થિતિ વધુ બગડી જશે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની એકલ પીઠ સમક્ષ બુધવારે વીડિયો કોન્ફરસના માધ્યમથી રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદના કારણે હાઇકોર્ટે બુધવારની કાર્યવાહી સ્થગિત કરી દીધી અને હવે તેમના પર ગુરૂવારે સુનાવણી થવાની સંભાવના છે.
ડ્રગ્સ ગેંગની સભ્ય નથી
રિયા ચક્રવર્તીએ આગળ પોતાની અરજીમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ખાસકરીને ગાંજાનું સેવન કરતા હતા, અને તેનું ત્યારથી સેવન કરતા હતા જ્યારે તે બંને સંબંધમાં પણ હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક તેમના માટે 'ઓછી માત્રા'માં માદક પદાર્થનું સેવન કરતી હતી અને ઘણા અવસર પર તેમણે તેના માટે ચૂક્વણી પણ કરી હતી. પરંતુ તે પોતે પણ માદક પદાર્થની સભ્ય નથી. તેમણે કહ્યું કે ફક્ત સુશાંત સિંહ રાજપૂત માદક પદાર્થનું સેવન કરતા હતા.
કોઇ ગુનો કર્યો નથી
અરજીમાં કહ્યું કે રિયા ચક્રવર્તી નિર્દોષ છે અને તેમણે કોઇ ગુનો કર્યો નથી. તેમણે અરજીમા6 કહ્યું કે તે 'વિંચ-હંટ'નો શિકાર થઇ છે કારણ કે સીબીઆઇ અને ઇડી તેમના વિરૂદ્ધ પુરાવા એકઠા કરવામાં અસફળ રહી અને એનસીબીને તેમને અને તેમના પરિવારને ફસાવવા માટે લાવવામાં આવ્યા. રિયા ચક્રવર્તી પર એનસીબીએ ઘણા આરોપો માટે કેસ દાખલ કર્યો છે, તેમાં માદક પાદાર્થની ગેરકાનૂની તસ્કરીનું વિત્તપોષણ કરવાનું પણ સામેલ છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સ્બ્સટાન્સ (એનડીપીએસ) અધિનિયમની કલમ 27-એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ કલમ આરોપીને જામીન આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ખોટી રીતે ફસાવવામાં આવી
અભિનેત્રીએ કહ્યું કે તેમણે એનડીપી અધિનિયમની કલમ 27-એ હેઠળ ખોટી રીતે ફસાવવામાં આવી છે. અને જ્યારે તેમની પાસે કોઇ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા નથી અને એનસીબી તમામ આરોપી પાસે ફક્ત 59 ગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં સફળ રહી તો જામીન પર પ્રતિબંધ લગાવવનો નિયમ તેમના પર લાગૂ થતો નથી. અભિનેત્રીએ કહ્યું કે તેમના જામીન પર ત્યારે પ્રતિબંધ લગાવી શકાય જ્યારે કારોબારી માત્રામાં તેમની પાસેથી માદક પદાર્થ જપ્ત થાય. ગત અઠવાડિયે ન્યાયમૂર્તિ કોતવાલ સામે આ પ્રકારનો તર્ક સૈમુઅલ મિરાંડ અને દીપેશ સાવંતના વકીલોએ આપ્યો હતો. આ તમામ કેસમાં સહ આરોપી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube