નવી દિલ્હી: બોલીવુડના શો મેન રાજકપૂર (Raj Kapoor)ની આજે જયંતિ છે. 'શ્રી 420', 'આવરા', 'બૂટ પોલિશ' અને 'અનાડી' જેવી ફિલ્મો આપનાર રાજકપૂરની ફિલ્મ આજેપણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ અવસર પર ઋષિ કપૂર (Rishi Kapoor)એ એક ઇમોશન ટ્વિટ કર્યું છે. તેમણે રાજકપૂરનો એક ફોટો શેર કર્યો છે. જેના પર લખ્યું છે કે 'કલ ખેલ મેં હમ હોં ન હોં, ગર્દિશ મેં તારે રહેંગે સદા. ભૂલોગે તુમ, ભૂલેંગે વો, પર હમ તુમ્હારે રહેંગે સદા. આ સાથે જ તેમણે લખ્યું કે -હેપ્પી બર્થડે ડેડ. અમે હંમેશા તમને યાદ કરીએ છીએ, પ્રેમ.


પરણિત રાજકપૂર હતા નરગિસના દીવાના
ઋષિ કપૂરે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો હતો કે અંદાજના સેટ પર નરગિસ અને રાજકપૂર એકબીજાને દિલ આપી બેઠા હતા. નરગિસ તે સમયે સુપરસ્ટાર હતી. બંને સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું. રાજકપૂર સાથે લગ્ન કરવા માટે નરગિસ અડગ હતી. પરણિત વ્યક્તિ સાથે લગ્ન કરવાને લઇને તેમણે ઘણા લોકો સાથે ચર્ચા કરી હતી, પરંતુ આ બધુ કામ ન લાગ્યું અને બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. એક પાર્ટીમાં જ્યારે કૃષ્ણાને નરગિસ મળી તો માફી માંગી હતી, પરંતુ કૃષ્ણાએ કંઇપણ ન કહ્યું અને માફ કરી દીધી. 


રણબીર કપૂર ભારતમાં પોતાનો જાદૂ પાથરી રહ્યો હોય પરંતુ રૂસમાં હજુ પણ ફક્ત એક જ કપૂર રોકસ્ટાર છે અને તે છે રણબીર કપૂરના દાદા રાજ કપૂર. રૂસમાં યુવાનોથી માંડીને ઘણી પેઢીઓ રાજકપૂર અને તેમના સિનેમાને સારી રીતે જાણે છે અને તેમને બોલીવુડના નંબર વન હિરો ગણે છે. રાજકપૂરે 'શ્રી 420' અને 'આવારા' જેવી ઘણી ક્લાસિક ફિલ્મોમાં અભિનય કર્યો અને તેમને 'ભારતીય સિનેમાનું સૌથી મોટા શોમેન' ગણવામાં આવે છે. મોસ્કોમાં ઘણા લોકોનું માનવું છે કે તેમના સિનેમાએ રૂસની ભારતીય ફિલ્મો દ્વારા ઓળખ કરાવી અને એટલું જ નહી તેમનો જાદૂ હજુ પણ છે.