અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન, બોલિવૂડ આઘાતમાં
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફરેલા અભિનેતા ઋષિ કપૂરની ફરી બુધવારે તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તબિયત લથડતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધનની ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હમણા તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. તેમના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અત્રે જણાવવાનું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઈને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારત પાછા ફર્યાં હતાં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube