નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા રિશી કપૂર (Rishi Kapoor) સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં જ ન્યૂયોર્કથી સારવાર કરાવીને પરત ફરેલા રિશી કપૂર અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતા છે. રિશી કપૂરે હવે બાળકોના 'નિક નેમ' મામલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે મને મારી ઓળખ મેળવવા બહુ મહેનત કરવી પડી હતી. રિશીએ સલાહ આપતા કહ્યું છે કે બાળકોના ક્યારેય નિક નેમ ન રાખવા જોઈએ. 


કેવા છે જયેશભાઈ જોરદાર? જાણીને પડી જશો એના પ્રેમમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિશી કપૂરે એક તસવીર પણ શેયર કરી છે જેમાં તેણે એક કેપ પહેરી છે જેના પર લખ્યું છે ચિંટુ. હકીકતમાં રિશી કપૂરનું નિક નેમ ચિંટુ છે. 


દીપિકા સાથેના કિસિંગ સીનને ચર્ચામાં આવેલા એક્ટરે રાતોરાત કરી લીધી સગાઈ


રિશી કપૂરે બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે ફિલ્મ મેરા નામ જોકરથી શરૂઆત કરી હતી. આ પછી તેમણે બોબી, નગીના, પ્રેમગ્રંથ, હિના, કર્ઝ, દીવાના, અમર અકબર એન્થોની, દામિની, બોલ રાધા  બોલ, સરગમ, કભી કભી, નસીબ, સાગર, હમ કિસી સે કમ નહીં, દરાર અને લવ આજ કલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક