કેવા છે જયેશભાઈ જોરદાર? જાણીને પડી જશો એના પ્રેમમાં

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranvir singh) પોતાની હટકે પસંદગી અને રોલ માટે જાણીતો છે. હાલમાં રણવીરે પોતાની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai jordar)નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીરનો લુક ટિપીકલ ગુજરાતી યુવાન જેવો છે.

કેવા છે જયેશભાઈ જોરદાર? જાણીને પડી જશો એના પ્રેમમાં

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranvir singh) પોતાની હટકે પસંદગી અને રોલ માટે જાણીતો છે. હાલમાં રણવીરે પોતાની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai jordar)નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીરનો લુક ટિપીકલ ગુજરાતી યુવાન જેવો છે. રણવીરની કરિયર પુરજોશમાં દોડી રહી છે. આ ફિલ્મ પહેલાં તેની 83 રિલીઝ થશે. આ ફિલ્મમાં તે કપિલ દેવ (Kapil dev)ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1983માં ભારતને મળેલી વર્લ્ડ કપ જીત પર આધારિત છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. લગ્ન પછી બંનેની આ પહેલી સાથે ફિલ્મ છે.

— Ranveer Singh (@RanveerOfficial) 4 December 2019

રણવીરને ગુજરાતી યુવાન તરીકે દર્શાવતી 83નું ડિરેક્શન ગુજરાતી એક્ટર દિવ્યાંગ ઠક્કરે કર્યું છે. તેના પ્રોડ્યુસર મનીષ શર્મા છે. આ ફિલ્મ કોમેડી ડ્રામા છે. આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ થવા સાથે સોશિયલ મીડિયા પર એક કોન્ટ્રોવર્સીએ પણ જોર પકડ્યું છે. અમુક ઈન્ટરનેટ યુઝર્સને લાગે છે કે આ પોસ્ટર તનુ વેડ્સ મનુ રિટર્ન્સની નકલ છે. 

એક ઇન્ટરવ્યૂમાં જયેશભાઈના કેરેક્ટર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે, 'જે રીતે ચાર્લી ચેપલિને એકવાર કહ્યું હતું કે, "સાચા હાસ્ય માટે તમારી અંદર પીડા સહન કરવાની સમર્થતા હોવી જરૂરી છે. જયેશભાઈ એક સાધારણ વ્યક્તિ છે, જે કોઈ અસાધારણ પરિસ્થિતિમાં મૂકાય તો બધું જ સાધારણ કરી દે છે. જયેશભાઈ સંવેદનશીલ અને દયાળુ છે. તે સમાજમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news