મુંબઈ : હાલમાં કેન્દ્રિય રેલ મંત્રી અને બીજેપી નેતા પીયૂષ ગોયલે તાજેતરમાં કોંગ્રેસ અને મહારાષ્ટ્રના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિલાસરાવ દેશમુખ મુંબઈ હુમલા સમયે પોતાના દીકરા રિતેશ દેશમુખ માટે બોલિવૂડ ફિલ્મમાં રોલ અંગે ચિંતિત હતાં. હવે સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા રિતેશ દેશમુખે બીજેપી નેતાને જડબાતોડ જવાબ આપ્યો છે. 2003માં એક્ટિંગની શરૂઆત કર્યા પછી તેણે કોમેડી એક્ટર તરીકે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે મસ્તી, ક્યા કૂલ હૈં હમ, માલામાલ વીકલી, હે બેબી, હાઉસફુલ અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હિરોઇન હતી 100 કિલોની ગોળમટોળ યુવતી, મળ્યો હતો પહેલી ફિલ્મમાં સલમાન સાથે જોડી જમાવવાનો ચાન્સ


રિતેશે ટ્વિટર પર એક લાંબી પોસ્ટમાં લખ્યું કે,’માનનીય મંત્રી જી, એ સાચું છે કે હું તાજ/ઓબેરોય હોટેલ ગયો હતો. જોકે, એ સાચું નથી કે હું તે સમયે ત્યાં હતો જ્યારે ત્યાં ‘ગોળીબાર અને બોમ્બ ધડાકા’ થઈ રહ્યાં હતાં. જેમ તમે દાવો કર્યો છે. એ સાચું છે કે હું પિતા સાથે હતો જોકે, એ સાચું નથી કે તેઓ મને ફિલ્મમાં રોલ અપાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમણે ક્યારેય પણ કોઈ ડિરેક્ટર અથવા પ્રોડ્યૂસરને મને ફિલ્મમાં કાસ્ટ કરવા અંગે કોઈ વાત નથી કરી અને મને તેના પર ગર્વ છે. તમને સીએમને સવાલ કરવાના અધિકાર છે પરંતુ કોઈ એવા વ્યક્તિ પર આરોપ લગાવવો ખોટો છે. જે પોતાને ડિફેન્ડ કરવા માટે અહીં છે જ નહીં. થોડું મોડું ભલે પણ સાત વર્ષ પહેલા તેમણે તમને જવાબ આપ્યો હશે. મારી શુભકામનાઓ તમારા કેમ્પેઈન સાથે છે સર.’


[[{"fid":"215048","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પીયૂષ ગોયલે પંજાબના લુધિયાણામાં બિઝનેસ કોમ્યુનિટીને સંબોધન કરતાં કહ્યું હતું કે,’હું મુંબઈથી છું. તમે 26/11ના આતંકવાદી હુમલાને યાદ કરી શકો છો. તત્કાલીન કોંગ્રેસ સરકાર નબળી હતી અને કશું જ કરી શકી નહોતી. તે સમયે અંદર બોમ્બ અને ગોળીબાર થઈ રહ્યો હતો. જોકે, તે સમયના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ ઓબેરોય હોટલની બહાર એક ફિલ્મ પ્રોડ્યૂસરને લઈને ગયા હતાં. તેઓ પોતાના દીકરાને ફિલ્મમાં રોલ અપાવવાના કારણે પરેશાન હતાં.’


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...