આ હિરોઇન હતી 100 કિલોની ગોળમટોળ યુવતી, મળ્યો હતો પહેલી ફિલ્મમાં સલમાન સાથે જોડી જમાવવાનો ચાન્સ

સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ ઝરીન ખાનનો આજે 32મો જન્મદિવસ છે. તેની ખૂબસુરતીએ તેને બોલિવૂડમાં અનેક પ્રોજેક્ટ અપાવ્યા છે પણ તેને સફળતા નથી મળી. આજે ઝરીન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ઝરીન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનું વજન બહુ વધારે હતું અને આ કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. બાળપણથી હેલ્ધી રહેલી ઝરીનનું વજન કોલેજકાળમાં 100 કિલો જેટલું હતું. જોકે મોડેલિંગમાં શરૂ કર્યા પછી તેણે વજન ઓછું કર્યું હતું અને જેના પગલે તેને બોલિવૂડમાં એન્ટ્રી મળી હતી. ઝરીને ખાને વીર ઉપરાંત હાઉસફુલ 2, હેટ સ્ટોરી 3, અક્સર 2 અને જટ જેમ્સ બૉન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જટ જેમ્સ બૉન્ડમાં ઝરીનના અભિનયનની પ્રશંસા પણ થઈ. આ એક પંજાબી ફિલ્મ હતી.
આ હિરોઇન હતી 100 કિલોની ગોળમટોળ યુવતી, મળ્યો હતો પહેલી ફિલ્મમાં સલમાન સાથે જોડી જમાવવાનો ચાન્સ

મુંબઈ : સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ ઝરીન ખાનનો આજે 32મો જન્મદિવસ છે. તેની ખૂબસુરતીએ તેને બોલિવૂડમાં અનેક પ્રોજેક્ટ અપાવ્યા છે પણ તેને સફળતા નથી મળી. આજે ઝરીન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ઝરીન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનું વજન બહુ વધારે હતું અને આ કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. બાળપણથી હેલ્ધી રહેલી ઝરીનનું વજન કોલેજકાળમાં 100 કિલો જેટલું હતું. જોકે મોડેલિંગમાં શરૂ કર્યા પછી તેણે વજન ઓછું કર્યું હતું અને જેના પગલે તેને બોલિવૂડમાં એન્ટ્રી મળી હતી. ઝરીને ખાને વીર ઉપરાંત હાઉસફુલ 2, હેટ સ્ટોરી 3, અક્સર 2 અને જટ જેમ્સ બૉન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જટ જેમ્સ બૉન્ડમાં ઝરીનના અભિનયનની પ્રશંસા પણ થઈ. આ એક પંજાબી ફિલ્મ હતી.

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીનનો જન્મ 14 મે 1987ના રોજ મુંબઇમાં થયો હતો. તેના પિતાએ બે દીકરીઓની જવાબદારી લેવાની ના પાડી દેતાં ઝરીનના પેરેન્ટ્સ અલગ થઇ ગયાં હતાં. કોલેજમાં ઝરીનનું વજન 100 કિલો હતું. ઝરીને ક્યારેય મોડલિંગ કરવાનું નહોતું વિચાર્યું. ડેબ્યૂ ફિલ્મ બાદ અત્યાર સુધીમાં તેના લુકમાં ઘણો ચેન્જ આવ્યો છે.

એક સમયે ઝરીન ખાને મક્કમ નિર્ધાર કર્યો હતો કે તે વજન ઘટાડીને જ રહેશે. સ્વીટ ખાવાનું બંધ કરી દીધું હતું અને પોતાના શરીરને શેપમાં લાવવા માટે ઝરીન જિમ પણ જવા લાગી હતી. જ્યારે અન્ય કોઈ જગ્યાએ કામ કરવાની ઇચ્છા ન થતાં ઝરીનને મોડલિંગ કરવાનો વિચાર આવ્યો હતો. ઝરીને કેટલીક નાની-મોટી જાહેરાતો પણ કરી હતી જેનાથી તે પોતાનું ઘર ચલાવી શકે તેટેલા રૂપિયા મેળવી શકતી હતી. એક વખત ઝરીન ફિલ્મ યુવરાજના સેટ પર હતી. ત્યાં અચાનક જ સલમાન ખાનની નજર એમના પર પડી. સલમાન ખાનને તે પ્રિન્સેસ જેવી લાગી અને તેને પોતાની આગામી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રોલ આપી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news