મુંબઈ : સલમાન ખાનનની ફિલ્મ 'ભારત'ની જ્યારથી ઘોષણા થઈ છે ત્યારથી ફિલ્મ વિશે ચર્ચાનું માર્કેટ ગરમ છે. અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ કોરિયન ફિલ્મ ધ ઓડ ટૂ માય ફાધરની ઓફિશિયલ રિમેક છે. હાલમાં સમાચાર મળ્યા હતા કે આ ફિલ્મમાં વરૂણ ધવન ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનો કેમિયો કરતા જોવા મળશે અને હવે કેટરિનાના પાત્ર  વિશે માહિતી મળી છે. જો આ માહિતી સાચી હશે તો ફિલ્મમાં કેટરિનાનો રોલ સલમાન કરતા પણ ચાર ચાસણી ચડે એવો દમદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ પોર્ટલને આપેલી માહિતી પ્રમાણે ફિલ્મમાં સલમાન અને કેટરિનાને લગભગ એકસરખી સ્પેસ મળી છે. ફિલ્મમાં કેટરિનાનું પાત્ર મહત્વનું છે. તે ફિલ્મમાં સલમાનની બોસ બની છે. આ ફિલ્મમાં ભારતની આઝાદીથી અત્યાર સુધીના સમયગાળાના દર્શાવવામાં આવશે. ફિલ્મમાં સલમાન અને કેટરિનાના અનેક લુક જોવા મળશે. 


B'Day Special : 74માં જન્મદિવસે જાણો જાવેદ અખ્તરના જીવનની અજાણી વાતો 


મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મના ટીઝરને 26 જાન્યુઆરી, 2019ના દિવસે રિલીઝ કરવામાં આવશે. આ ટીઝર એવું ધમાકેદાર હશે કે બધા આ ફિલ્મ જોવા માટે તલપાપડ બની જશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...