Happy Birthday : રૂપા ગાંગુલી માટે અસલી ચેલેન્જ તો મહાભારત બાદની હતી, જ્યાં લોકોએ...
દૂરદર્શન પર મહાભારત (Mahabharat) સીરિયલ જોનારાઓ દ્રોપદીનો રોલ ભજવનાર રુપા ગાંગુલી (Roopa Ganguly) નો અભિયન બખૂબી જાણે છે. દ્રોપદીના રોલમાં રુપા ગાંગુલીએ એક મજબૂત પાત્ર ભજવ્યું હતું, જે બહુ જ પોપ્યુલર બન્યું હતું. આ એ સમય હતો, જ્યારે રૂપાને લોકો દ્રોપદી કહીને બોલાવતા હતા. તો જ્યા પણ જતા, ત્યાં લોકો તેઓને જોઈને ભાવુક થઈ જતા હતા. ખુદ રૂપાને આ ખાસ ઈમેજમાઁથી બહાર નીકળવા માટે બહુ જ મહેનત કરવી પડી હતી. આજે રૂપા ગાંગુલીનો જન્મદિવસ છે. આજની સ્થિતિની વાત કરીએ તો, તેઓ રાજ્યસભામાં બીજેપી (BJP) ના સાંસદ છે, અને રાજનીતિક જીવનમાં સતત આગળ વધી રહ્યાં છે.
અમદાવાદ :દૂરદર્શન પર મહાભારત (Mahabharat) સીરિયલ જોનારાઓ દ્રોપદીનો રોલ ભજવનાર રુપા ગાંગુલી (Roopa Ganguly) નો અભિયન બખૂબી જાણે છે. દ્રોપદીના રોલમાં રુપા ગાંગુલીએ એક મજબૂત પાત્ર ભજવ્યું હતું, જે બહુ જ પોપ્યુલર બન્યું હતું. આ એ સમય હતો, જ્યારે રૂપાને લોકો દ્રોપદી કહીને બોલાવતા હતા. તો જ્યા પણ જતા, ત્યાં લોકો તેઓને જોઈને ભાવુક થઈ જતા હતા. ખુદ રૂપાને આ ખાસ ઈમેજમાઁથી બહાર નીકળવા માટે બહુ જ મહેનત કરવી પડી હતી. આજે રૂપા ગાંગુલીનો જન્મદિવસ છે. આજની સ્થિતિની વાત કરીએ તો, તેઓ રાજ્યસભામાં બીજેપી (BJP) ના સાંસદ છે, અને રાજનીતિક જીવનમાં સતત આગળ વધી રહ્યાં છે.
સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ....
રૂપાનો જન્મ પશ્ચિમ બંગાળમાં કોલકાત્તાની પાસે કલ્યાણીમાં થયો હતો. તેમણે કોલકાત્તામાંથી સ્કૂલ અને કોલેજ પાસ કર્યું હતું અને અભિનયના રસ્તે નીકળી પડ્યા હતા. રૂપાએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી સીરિયલ મુક્તબંધથી કરી હતી અને હિન્દીમાં તેઓને ગણદેવતા સીરિયલથી બ્રેક મળ્યો હતો. આ સીરિયમાં રૂપાનું કામ જોઈને બી.આર ચોપડા એટલા પ્રભાવિત થયા કે, તેઓએ રૂપા ગાંગુલીને પોતાની સીરિયલ મહાભારતમાં દ્રોપદીના પાત્રની ઓફર કરી હતી.
આવતીકાલથી સ્વેટર પહેરવાનું રાખજો, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે
જ્યારે રુપાને જોઈને લોકો ભાવુક થઈ જતા
દ્રોપદીનો રોલ ભજવ્યા બાદ રૂપા ગાંગુલી મોટા સ્ટાર બની ગયા હતા. તેઓ જ્યા પણ જતા ત્યાં લોકો ભાવુક થઈ જતા હતા. તેના બાદ તો રૂપા ગાંગુલી પાસે બંગાળી અને હિન્દી ફિલ્મોની ઓફર આવવા લાગી. તેઓએ ગૌતમ ઘોષની એવોર્ડ વિનિંગ ફિલ્મ પોદ્મા નોદીર માઝ, અર્પણા સેનની યુંગાત અને રીતુપર્ણો ઘોષની અંતરમહાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો બહાર આને તક, સાહેબ, એક દિન અચાનક, પ્યાર દેવતા, સૌગંધ, નિશ્ચય અને બર્ફી તેમની ચર્ચિત ફિલ્મો રહી છે.
સિંગિંગ માટે મળ્યો છે નેશનલ એવોર્ડ
રુપા ગાંગુલી પ્લેબેક સિંગિંગમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. તેમણે અદિતિ રોયની બાંગલા ફિલ્મ અબોશેરેમાં ગાયેલા ગીત માટે તેઓને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
કાલી તેરી ચોટી હૈ....
રૂપા ગાંગુલીની ફિલ્મ બહાર આને તક બહુ જ ચર્ચામાં રહી હતી. તેનુ ગીત કાલી તેરી ચોટી હૈ જબરદસ્ત હીટ થયું હતું. તે સમયે કોઈ પણ ફંક્શન આ ગીત વગર અધૂરુ કહેવાતુ હતું. લોકો આ ગીત પર જોરદાર થિરકતા હતા. તેને સાંભળીને આજે પણ લોકો નાચે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube