આવતીકાલથી સ્વેટર પહેરવાનું રાખજો, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે
Trending Photos
અમદાવાદ :રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે લાગવા લાગ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે આજે નલિયામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજ્યનાં મોટાભાગનાં મહાનગરોનું તાપમાન 19 ડિગ્રીથી નીચે છે. ઠંડીની શરુઆત થતા જ રાજ્યના મોટાભાગના બાગબચીઓમાં વહેલી સવારે ચાલવા તેમજ ગરમ ગરમ કાવાની અને વિવિધ જ્યુસની મજા લેતા લોકો દેખાઈ રહ્યાં છે. દરેક ઉંમરના લોકો તને એક્સરસાઈઈઝ કરતા નજરે જોવા મળે અને આવી રીતે અમદાવાદીઓ શિયાળાની મજા લઈ રહ્યા છે.
સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ....
આવતીકાલથી ઠંડી વધશે
નવેમ્બર 26 થી 30 સુધી દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ હવામાન બગડી શકે છે. તો સાથે જ ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણ હજી બગડવાની શક્યતા છે. ડિસેમ્બરની શરૂઆતથી રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડા પવનોનું જોર વધશે. તો બીજી તરફ ઉત્તરીય ભાગોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે આગામી સપ્તાહમાં જનજીવન ઠૂઠવાય તેવી ઠંડીની શરૂઆત થશે. હાલ તો મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, પણ ડિસેમ્બર પછી આવો માહોલ નહિ રહે. ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવનો ફૂંકાય એટલે માહોલ ઠંડો બનશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે