મુંબઇ: રામ ચરણ અને જૂનિયર એનટીઆર અભિનીત એસ.એસ.રાજામૌલીની 'આરઆરઆર' ભારતીય સિનેમાનો સૌથી બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટમાંથી એક છે. આ ફિલ્મ 10થી વધુ ભાષાઓમાં દુનિયાભરમાં 30 જુલાઇ 2020માં મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 વર્ષ બાદ અક્ષય કુમાર બનશે 'રાઉડી રાઠોડ'! ટૂંક સમયમાં બનશે બ્લોક બસ્ટરની સિક્વલ


ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ ચૂક્યું છે અને ત્યારથી રાજામૌલી પોતાની ટીમ સાથે વિભિન્ન સ્થળો પર ફિલ્મના શૂટિંગને અંજામ આપી રહ્યા છે. શૂટિંગના ત્રણ શેડ્યૂલ ખતમ કર્યા બાદ, ટીમ હવે વિશાળકાય એક્શન સીકવેંસ માટે તૈયાર છે. હજારો ફાઇટર્સ સાથે 6 મહિના સુધી પ્રી-વિજુઅલાઇજેશન અને ટ્રેનિંગ બાદ, નિર્દેશક હવે અંતિમ એક્શન સીકવેંસના આગાજ માટે તૈયાર છે. આ દમદાર એક્શન સીકવેંસને 2 મહિનાના સિંગલ શેડ્યૂલમાં શૂટ કરવામાં આવશે. જેવી આશા હતી, આ સીકવેંસ ફિલ્મની ઘણી હાઇલાઇટ્સમાંથી એક છે જેમાં ફિલ્મના બંને મુખ્ય અભિનેતા 2000 ફાઇટર્સ વચ્ચે એક્શન સીકવેંસને અંજામ આપતાં જોવા મળશે.

'બાહુબલી'ની હિરોઇને આ રીતે ઘટાડ્યું વજન, ફેન્સ સાથે શેર કર્યું સિક્રેટ


એક્શન સીક્વેંસનું બજેટ 45 કરોડ છે, કારણ કે તેને શાનદાર રીતે બનાવવામાં આવ્યું છે. અભિનેતા અને ક્રૂના રૂપમાં 100 વિદેશી પણ ફિલ્મના એક અભિન્ન ભાગ છે. ટીમ નિર્ધારિત યોજનાઓ સાથે અનુસાર શૂટિંગને અંજામ આપશે અને જુલાઇ સુધી સીક્વેંસનું શૂટિંગ પુરૂ થવાની આશા છે. 'આરઆરઆર' 30 જુલાઇ, 2020માં રિલીઝ થશે.