Ramayana Film: રણબીર કપૂર એનિમલ ફિલ્મ પછી હવે તેની આગામી ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામના પાત્રમાં જોવા મળશે તો માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં અરુણ ગોવિલ, લારા દત્તા સહિતના કલાકારો પણ જોવા મળશે. આમ તો સેટ પરથી એક પણ ફોટો લીક ન થાય તે વાતનો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ છતાં ફિલ્મના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shraddha Kapoor: 37 વર્ષે પણ 20 જેવી લાગતી શ્રદ્ધા કપૂરે જણાવ્યા બ્યુટી સીક્રેટ્સ


તાજેતરમાં જ રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ફોટો લીક થયા હતા. આ બંને કલાકારો રામ-સીતાના ગેટ અપમાં જોવા મળતા હતા. આ ફોટો લીક થયા પછી ફિલ્મ મેકર્સ પણ ચિંતામાં પડી ગયા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિતિશ તિવારી અને ફિલ્મ મેકર્સે સેટ પરના નિયમોને કડક બનાવી દીધા છે. 


નિતિશ તિવારી નિર્દેશિત ફિલ્મ રામાયણના સેટ પરથી અરુણ ગોવિલ અને લારા દત્તાના ફોટો લીક થયા હતા. ત્યાર પછી તાજેતરમાં રામ બનેલા રણબીર કપૂર અને સીતા બનેલી સાઈ પલ્લવીના ફોટો લીક થયો હતો. ફિલ્મનું શૂટિંગ મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે. 


આ પણ વાંચો: કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યૂસર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું, 'મને રુમમાં બંધ કરી અને..'


ફોટો લીક થયાની ખબર સામે આવ્યા પછી આગામી દિવસોમાં આવું ન થાય તે માટે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના શૂટિંગના શિડ્યુલમાં ફેરફાર કર્યા છે. રામાયણ સૌથી પ્રતિક્ષિત ફિલ્મ છે. તેવામાં ફિલ્મની તસવીરો લીક ન થાય તે માટે ફિલ્મના શેડ્યુલમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યા છે. 


આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાએ ખોલી પોલ, કહ્યું સ્ટાર્સના ડિઝાઈનર કપડા ક્યાંથી અને કેવી રીતે આવે ?


આગામી દિવસોમાં ફિલ્મના સેટ પરથી ફોટો લીક ન થાય તે માટે હવે થોડા દિવસ માટે ઇનડોર શૂટિંગ કરવામાં આવશે. અને જે પણ આઉટડોર શૂટિંગ હશે તે રાતના સમયે કરવામાં આવશે. ફિલ્મના સેટ પર પ્રશંસકો કે ફોટોગ્રાફર ફોટો લીક ન કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવી દેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની જાણકારી લીક ન થાય.