મુંબઈ : બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે.  વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે. વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિશ્માના બાળકોના લાડવામાં પડી ગયો ભાગ, સાવકા ભાઈની એન્ટ્રી થતા ઉથલપાથલ


આ ઘટનાની મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે રણબીર અને વરુણ ધવન કરણ જોહરની પાર્ટીમાં ગયા હતા. આ દરમિયાન મજાક-મસ્તી કરતા તેઓ ઝઘડી ઉઠ્યા. રિપોર્ટ મુજબ વરુણ ધવને તો ત્યાં સુધી કહી દીધું હતું કે જ્યારે રણબીર કપૂર તેના ઘરે આવે તો તેને ઈન્વાઈટ ના કરે. આ ઉપરાંત જે રૂમમાં રણબીર રોકાવાનો હોય ત્યાં રોકાવાનો વરુણ ઈનકાર કરી દે છે.               


જોકે એક રિપોર્ટ મુજબ રણબીર અને વરુણની લડાઈની વાત ખોટી છે. વરુણને કરણના ઘરે ગયે મહિનાઓ થઈ ગયા. વરુણ અને રણબીર  છેલ્લી વાર કરણ જોહર નહીં પરંતુ મુકેશ અંબાણીના ઘરે યોજાયેલી પાર્ટીમાં મળ્યા હતા. વરુણ ધવન અને રણબીર કપૂર બંને હાલમાં કરણ જોહરની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. વરુણ જ્યાં કલંક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તો રણબીર કપૂર બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...