નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન  (Saif Ali Khan) હવે એકવાર ફરી નેગેટિવ રોલ માટે તૈયાર છે. તેઓ જલદી ડાયરેક્ટર ઓમ રાઉતની સાથે ફિલ્મ 'આદિપુરૂષ  (Adipurush)'મા લંકેશ એટલે કે રાવણની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવુ નિવેદન આપી દીધુ જેના કારણે લોકોની ભાવનાને ઠેસ પહોંચી અને સૈફ નિશાના પર આવી ગયા છે. હવે સૈફ અલી ખાને (Saif Ali Khan) પોતાના નિવેદન માટે માફી માગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈફ અલી ખાન (Saif Ali Khan)એ એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, 'મને તે વાતની માહિતી આપવામાં આવી કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન મારા એક નિવેદને વિવાદ અને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. મારો ઈરાદો ક્યારેય આ પ્રકારનો નહતો. હું ઈમાનદારીથી બધા લોકોની માફી માગવા ઈચ્છુ છું અને મારૂ નિવેદન પરત લઉં છું. ભગવાન રામ હંમેશા મારા માટે ધાર્મિકતા અને વીરતાનું પ્રતિક રહ્યા છે. આદિપુરૂષ અસત્ય પર સત્યની જીતના જશ્ન મનાવવા વિશે છે અને આખી ટીમ મળીને મહાકાવ્યને કોઈ વિકૃતિઓને પ્રસ્તુત કરવાનું કામ કરી રહી છે.'


આદિપુરુષ ફિલ્મ વિશે વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ‘સૈફ અલી ખાનની જીભ કાપી નાંખીશું...’


મહત્વનું છે કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાવણની ભૂમિકા વિશે બોલતા સૈફ અલી ખાન (Saif Ali Khan)એ કહ્યુ હતું કે, 'એક રાક્ષસ રાજાની ભૂમિકા નિભાવવી ખુબ રસપ્રદ છે, પરંતુ તે એટલા ક્રુર નથી.' તેની આગળ સૈફે જણાવ્યુ, અમે તેને ખુબ મનોરંજક બનાવવાના છીએ. સીતાનું અપરહણ અને રામની સાથે થયેલા યુદ્ધને કારણે અમે ક્લિયર કરતા તેની બહેન માટે બદલાની ભાવનાથી જોડીને દેખાડવાના છીએ. રાવણની બહેન સૂર્પનખા જેનું નાક લક્ષ્મણે કાપી દીધુ હતું. 


તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં જ્યાં સૈફ અલી ખાન (Saif Ali Khan) લંકેશની ભૂમિકામાં જોવા મળશે તો તેની સામે ભગવાન શ્રીરામની ભૂમિકામાં હશે બાહુબલી સ્ટાર પ્રભાસ. પરંતુ અત્યાર સુધી ફિલ્મમાં સીતા અને લક્ષ્મણની ભૂમિકાને લઈને કોઈ નામ સામે આવ્યું નથી. આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. ડાયરેક્ટર-પ્રોડ્યૂસર તેને 11 ઓગસ્ટ 2022 સુધી રિલીઝ કરવાનો પ્લાન બનાવી ચુક્યા છે. 


તમને જણાવી દઈએ કે સૈફ આ દિવસોમાં સતત દમદાર વિલનોની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તાનાજીમાં નકારાત્મક ભૂમિકાથી લોકોના દિલ જીતનાર સૈફ હવે રાવણની ભૂમિકા નિભાવશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube