Amrita Singh Saif Ali Khan Divorce Alimony: સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જોડી એક સમયે ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક હતી. તેમના લગ્ન વર્ષ 1991માં થયા હતા, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્ન પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ થયા હતા. લગ્ન સમયે અમૃતાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતું, તો સૈફ અલી ખાને ફિલ્મોમાં ડેબ્યુ પણ કર્યું ન હતું. સૈફ અને અમૃતાના લગ્ન એટલા માટે પણ ચર્ચામાં આવ્યા, કારણ કે સૈફ ઉંમરમાં અમૃતા કરતા 13 વર્ષ નાનો હતો. આ લગ્નથી અમૃતા અને સૈફને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો. જો કે, લગ્નના 13 વર્ષ પછી, 2004માં અમૃતા અને સૈફ પરસ્પર મતભેદને કારણે છૂટાછેડા લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતાએ ભરણપોષણ માટે માગ્યા હતા કરોડો રૂપિયા
છૂટાછેડા પછી બાળકોની કસ્ટડી અમૃતા સિંહ પાસે જ હતી. તે જ સમયે, અમૃતાએ ભરણપોષણ માટે સૈફ પાસેથી મોટી રકમની માંગણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૃતાએ સૈફ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. કહેવાય છે કે સૈફ અલી ખાને બે હપ્તામાં ભરણપોષણની આ રકમ ઘણી મુશ્કેલીથી ચૂકવી હતી. સૈફે 5 કરોડની આ મોટી એલિમોની વિશે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે શાહરૂખ ખાન નથી કે તેની પાસે આટલા પૈસા હોય.


આ પણ વાંચો : 


સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી


અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે


સૈફે હપ્તામાં ભરણપોષણના પૈસા આપ્યા


સૈફે અમૃતાને દર મહિને 1 લાખ રૂપિયા આપવાના હતા જ્યાં સુધી દીકરો ઈબ્રાહિમ 18 વર્ષનો ન થાય. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે સૈફના જીવનમાં વર્ષ 2008માં એન્ટ્રી કરી હતી. ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. સૈફ અને કરીનાએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. સૈફ અને કરીનાને તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન નામના બે બાળકો છે.


આ પણ વાંચો : ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે? નાનકડી લવસ્ટોરીની શરૂઆત છે વેબસીરિઝ જેવી ચટપટી