હવે ફોટોગ્રાફર તૈમુરને ક્લિક કરતા પહેલાં સો વાર વિચારશે, સૈફે લીધું મોટું પગલું?
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી.
તૈમુરની આ લોકપ્રિયતાને કારણે છોટે નવાબ તૈમુરની તસવીરો લેવા માટે પણ ફોટોગ્રાફર્સ તેની આગળ-પાછળ ફર્યા કરે છે. સૈફ-કરીનાના ઘરની બહાર ફોટોગ્રાફર્સ આખો દિવસ ફરતા હોવાથી આસપાસ રહેતા લોકોને પણ તકલીફ પડે છે. હાલમાં થોડા દિવસ પહેલા ફોટોગ્રાફર્સની ભીડને હટાવવા માટે સૈફ-કરીનાના ઘર પાસે પોલીસ પહોંચી હતી. આ પછી ચર્ચા હતી કે સૈફે જ જ પોલીસ ફરિયાદ કરી હશે જેથી તૈમુરને ફોટોગ્રાફર્સ ક્લિક ન કરી શકે. હવે લાગે છે કે ફોટોગ્રાફર્સ તૈમુરને ક્લિક કરતા પહેલાં સો વખત વિચાર કરશે.
નોંધનીય છે કે હાલમાં એક જગ્યાએ તસવીરો ક્લિક કરતી વખતે ફ્લેશ લાઈટના કારણે ઘણીવાર તૈમૂરની આંખો બંધ થઈ જતી હતી. આ કારણે સૈફ ફોટોગ્રાફર્સથી અપસેટ જોવા મળ્યો અને તેના પર ભડકી ગયો. તેમ છતાં ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરવાનું ચાલુ રાખતા સૈફે કહ્યું, ‘બસ કરો હવે, મારો દીકરો આંધળો થઈ જશે’. જોકે ફોટોગ્રાફર્સ સામે ફરિયાદ કરવા અંગે સ્પષ્ટતા કરતા સૈફે કહ્યું કે તેણે આ ફરિયાદ કરી નથી. બની શકે કે તેના કોઈ પાડોશીએ ફરિયાદ કરી હોય.