સૈફ અને અમૃતાએ `કેદારનાથ`ની રિલીઝ પછી કરેલું કામ જાણીને દીકરી સારા પણ ઉંડા આઘાતમાં
આ ફિલ્મની રિલીઝના બીજા દિવસે સારાના પિતા સૈફ અલી ખાને `કેદારનાથ` જોઈ છે
મુંબઇ : સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન દીકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ `કેદારનાથ'ને જોવા માટે થિયેટર પહોંચ્યા હતા. તેમની સાથે કરીનાના માતા બબીતા કપૂર પણ હતા. આ ફિલ્મમાં લોકોને સારા અલી ખાનની એક્ટિંગ અને કોન્ફિડન્સ બંને પસંદ પડ્યા છે. જોકે આ ફિલ્મની રિલીઝ પછી સારાને સૌથી વધારે આઘાત તેના માતા-પિતાના વર્તનથી લાગ્યો છે.
સારાએ ઝી ન્યૂઝ સાથેની વાત કરતા સારાએ જણાવ્યું છે કે, 'સાચું કહું તો મારા માતા-પિતા અલગ જ છે. તેમને તો હું જે કામ કરું તે હંમેશા પસંદ પડે છે. તેઓ દર દસ-દસ મિનિટે મને ફિલ્મના રિવ્યુ મેસેજ કરતા રહે છે. તેમનું આ વર્તન જોઈને મને આઘાત લાગે છે. મારા પિતાએ હમણાં જ આ ફિલ્મ જોઈને છે અને તેઓ કેવો રિવ્યુ આપશે એ જાણીને હું બહુ નર્વસ છું.'
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ આ શુક્રવારે રજુ થઈ ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સૂત્રોનુ માનીએ તો આ ફિલ્મએ પ્રથમ દિવસે જ લગભગ 5થી 7 કરોડની કમાણી કરી લીધી છે. આ કમાણીને સારી માનવામાં આવી રહી છે. આ સાથે જ સારા અલી ખાનની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉંટ પરથી ફિલ્મના પહેલા દિવસની કમાણી બતાવી છે. સૂત્રો મુજબ કેદારનાથે પહેલા દિવસે 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.