#MeToo : જ્યારે સાજિદ ખાને અસિસ્ટન્ટ સામે ઉતારી નાખ્યું પોતાનું પેન્ટ ! ત્રણ મહિલાઓએ મૂક્યા જાતીય સતામણીના આરોપ
#MeToo મુવમેન્ટમાં જાણીતા ફિલ્મમેકર સાજિદ ખાનનું નામ ખરડાયું છે
મુંબઈ : હાલમાં #MeToo મુવમેન્ટમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટામોટા માથાઓની શરમજનક હરકતોની વિગતો જાહેર થઈ રહી છે. હાલમાં જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાયે જાણીતા બોલિવૂડ ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ એક્ટ્રેસ સલોની ચોપરાએ કહ્યું કે, જ્યારે તે સાજિતની અસિસ્ટન્ટ હતી ત્યારે તેણે અનેક મહિના સુધી તેને સેક્સ્યુઅલી અને મેન્ટલી હેરાન કરી હતી. હવે એક્ટ્રેસ રેચલ વાઈટે પણ સાજિત ખાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.
સલોનીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લાંબો પત્ર લખતા ત્રણેય વ્યક્તિ પર આરોપ મુક્યો કે કઈ રીતે પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે સાજિદે પહેલા જ ઇન્ટર્વ્યુમાં ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડના નામે તેની સાથે સેક્સ લાઇફ અને પર્સનલ લાઇફ વિશે પ્રશ્નો પુછ્યા હતા. તેમજ મને કહ્યું કે, જો હું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહીં થાઉં તો ઇન્ડસ્ટ્રીમાં હું ચાલી નહીં શકું. મારામાં હીરોઈન જેવા કોઈ ગુણ જ નથી પણ જો હું તેમની બધી વાત માનીશ તો તેઓ મને પોતાની ફિલ્મમાં પણ લેશે. સાજિદ મને ધીમે ધીમે મોડી રાતે ફોન કરતા અને મેં શું પહેર્યું છે તેવા સવાલો કરતા હતા. માનસિક રીતે મને હેરાન કરવાની હદ તો ત્યારે વટાવી જ્યારે તેમણે મારી સામે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું હતું. અને કહ્યું કે, ‘તને જોઈને તો મને ઉત્તેજના પણ નથી આવતી’ આ ઘટનાથી હું એટલી ડરી ગઈ કે મે ત્યાં કામ કરવાનુ છોડી દીધું હતું.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...