Sajid Khan Viral Video: સાજિદ ખાનનું કબૂલાતનામું, `મારું કેરેક્ટર ઢીલું હતું, અનેક યુવતીઓને દગો કર્યો`
Sajid Khan On Flirting With Women: બોલીવુડના ફિલ્મમેકર સાજિદ ખાન હાલ ખુબ ચર્ચામાં છે. જ્યારથી તેઓ બિગ બોસમાં પ્રવેશ્યા છે ત્યારથી વિવાદ ઊભો થયો છે. અનેક અભિનેત્રીઓએ તેમના પર નિવેદનો આપ્યા છે. હાલમાં જ તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સ્વીકારે છે કે તેમનું કેરેક્ટર ઢીલું હતું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Sajid Khan On Flirting With Women: ફિલ્મમેકર સાજિદ ખાન હાલ મુસીબતમાં ફસાયેલા છે. જ્યારથી તેમણે બિગ બોસમાં એન્ટ્રી કરી છે અનેક અભિનેત્રીઓ તેમના પર પોતાના નિવેદન આપી રહી છે. મીટુના આરોપને લઈને 4 વર્ષ સુધી મોટા પડદાથી દૂર રહેનારા સાજિદ ખાનનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાની સગાઈના તૂટવાથી લઈને, પોતાની ભૂતકાળની રિલેશનશીપ અંગે તથા અન્ય અનેક ખાનગી રહસ્યોને કેમેરા સામે ખોલતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેઓ વધુ ટ્રોલ થઈ રહ્યા છે.
સાજિદ ખાનનો વીડિયો વાયરલ
સાજિદ ખાન હાલ 'બિગ બોસ 16' માં પોતાની એન્ટ્રીને લઈને વિવાદમાં છે. બિગ બોસમાં પહેલા દિવસથી જ સાજિદ ખાન એક પછી એક મોટા ખુલાસા કરી રહ્યા છે. શોના પ્રીમીયર પર તેમણે સલમાન ખાન સામે જ સ્વીકાર્યું હતું કે તેમને પોતાના સ્ટારડમ પર ઘમંડ હતો. હવે સાજિદ ખાનનો વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાના કેરેક્ટર પર વાત કરતા જોવા મળે છે અને ગૌહર ખાન સાથે સગાઈ તૂટવા ઉપર પણ વાત કરી. તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અનેક યુવતીઓએ કહ્યું આઈ લવ યુ
સાજિદ ખાનનો જે જૂનો ઈન્ટરવ્યુ હાલ વાયરલ થઈ રહ્યો છે તેમાં તેમણે પોતાના ભૂતકાળના સંબંધો પર વાત કરી છે. વીડિયોમાં તેમણે ગૌહર ખાન સાથે સગાઈ તૂટવાની વાત પણ સ્વીકારી અને કહ્યું કે અનેક લિંકઅપ હોવા છતાં તેમણે ક્યારેય લગ્ન કર્યા નહીં. તેમણે કહ્યું કે ગૌહર સાથે સગાઈ થઈ હોવા છતાં અનેક યુવતીઓને તેમણે આઈ લવ યુ કહ્યું હતું. તેમની સાથે બહાર ઘૂમી રહ્યા હતા. દરેક યુવતીને લગ્ન માટે પ્રપોઝલ આપતા હતા અને કેટલીક યુવતીઓ તો ગંભીર પણ થઈ જતી હતી અને એ રીતે તો મારા 350 લગ્ન થવાના હતા.
જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube