ઇન્દોર : બોલિવૂડના ભાઈજાન અને દબંગ એક્ટર સલમાન ખાને  તે લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2019) લડવાનો છે એ વાતનું ખંડન કરીને તમામ ચર્ચા પર પુર્ણવિરામ મુકી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ જાતજાતની ચર્ચાઓ ચાલતી રહે છે. લેટેસ્ટ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ હવે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને પક્ષની ટિકિટ આપવાનું પ્લાનિંગ કરી રહી ચછે. થોડા દિવસ પહેલા રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામનો રોલ કરી પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલ કોંગ્રેસમાંથી ઈન્દોર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત ચર્ચાઈ રહી હતી પણ એ પછી અરૂણ ગોવિલના બદલે સલમાન ખાનનું નામ ચર્ચાયું હતું.


કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'? જોવા જતા પહેલાં બે મિનિટમાં જાણી લો....


થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક બેઠકમાં સલમાન ખાનના નામનો ઉલ્લેખ કર્યો હતો અને હાલમાં જ સલમાન ખાનને મધ્ય પ્રદેશ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ પછી ચર્ચા ચાલી હતી કે કોંગ્રેસ પાર્ટી તેને ઈન્દોરથી લોકસભાની ટિકિટ આપી શકે છે. નોંધનીય છે કે સલમાન ખાનનું પૂર્વજોનું ઘર ઈન્દોરમાં છે અને ત્યાંના નર્સિંગ હોમમાં જ તેનો જન્મ થયો હતો. ફિલ્મોની વાત કરીએ તો સલમાન હાલ પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ભારતની વાર્તા ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પર આધારિત છે. ફિલ્મમાં તેની ઓપોઝિટમાં કેટરીના કૈફ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...