કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'? જોવા જતા પહેલાં બે મિનિટમાં જાણી લો....

‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે

કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'? જોવા જતા પહેલાં બે મિનિટમાં જાણી લો....

મુંબઈ : ફિલ્મમેકર અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કેસરી’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મની સ્ટોરી અલગ જ પ્રકારની છે અને એટલે જ અક્ષયના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

શું છે વાર્તા ?
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે. આ લડાઈમાં માત્ર 21 શીખ સૈનિકોએ 10,000 અફઘાનોની સેનાનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો હતો. આ લડાઈને માનવીય ઈતિહાસની સૌથી બહાદૂરીથી લડેલા યુદ્ધમાંથી એક માનવામાં આવે છે. આજે પણ માત્ર ભારત જ નહીં સંપૂર્ણ દુનિયામાં તેની ખૂબ ચર્ચા થાય છે. 

કેવી છે એક્ટિંગ?
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાની એક્ટિંગ જબરદસ્ત છે. ગિરીશ કોહલી અને અનુરાગ સિંહે સારી રીતે આ ફિલ્મ લખી છે. ફિલ્મના મુખ્ય પાત્ર હવલદાર ઈશ્વર સિંહ (અક્ષય કુમાર)ને સારી રીતે દર્શાવાયો છે. અક્ષયે આ પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ઇશ્વર સિંહની બહાદુરી અને દેશભક્તિ ફિલ્મને ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરાનું પાત્ર ટૂંકુ છે પરંતુ અસરદાર છે. અફઘાન યૌદ્ધાના પાત્રમાં રાકેશ ચતુર્વેદી ઓમ પણ દમદાર એક્ટિંગ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. 

જોવાય કે નહીં?
ફિલ્મની સ્ટોરી અને લુક એકબીજા સાથે બરાબર સેટ થઈ જાય છે. ફિલ્મના એક્શન સીન્સ તો સારા જ છે પણ સાથેસાથે એડિટિંગ, એક્શન અને સાઉન્ડ પણ બહુ જબરદસ્ત છે. અક્ષય કુમારનું પરફોર્મેન્સ અને ફિલ્મની વાર્તા તમને નિરાશ નહીં કરે. આ સંજોગોમાં ફિલ્મને એકવાર તો ચોક્કસપણએ જોઈ શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news