નવી દિલ્હીઃ બોલીવુડના ભાઈજાનના ફેન્સ જેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા તે સમય હવે આવી ગયો છે. આખરે સુપરસ્ટાર સલમાન ખાન  (Salman Khan) એ મૌન તોડ્યુ છે અને પોતાની આવનારી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ (Radhe: Your Most Wanted Bhai) ની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. સલમાને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે આ ફિલ્મ આ વર્ષે ઈદ (Eid 2021) પર રિલીઝ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને રાધે સાથે સંબંધિત જાણકારી શેર કરતા લખ્યુ, 'સોરી બધા થિએટર માલિકોની વિનંતી પર જવાબ આપવામાં મને આટલો સમય લાગી ગયો. તે સમયે આટલો મોટો નિર્ણય લેવો મુશ્કેલ હતો. હું થિયેટર માલિકો અને એક્ઝીબીટરોની ખરાબ સ્થિતિ સમજી શકુ છે, તેથી મેં નક્કી કર્યું છે કે રાધે ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે.'


AUSvsIND: ટીમની જીત પર બોલીવુડે આપી શુભેચ્છા, શાહરૂખ બોલ્યો- આખી રાત જાગીને મેચ જોઈ  


સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાનો મતલબ છે કે દર્શકોએ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં પહોંચવું પડશે. આશા છે કે ઈદ સુધી સ્થિતિ સુધરી જશે અને એક વર્ષથી ઘરમાં બેસેલા ફિલ્મ પ્રેમીઓને આ વખતે બહાર જઈ કંઈક ધમાકો જોવાની તક મળશે. આ વર્ષે ઈદ 19 કે 20 જુલાઈએ આવવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube