મુંબઈ : બિગ  બોસ 13 (Bigg Boss 13) સલમાન ખાન (Salman Khan) વગર અધુરું છે. સલમાન આ શોની આત્મા છે. આ કારણોસર જ સલમાનની અનિચ્છા હોવા છતાં મેકર્સ ગમે તે રીતે તેને શો માટે મનાવી જ લે છે. બિગ બોસના ઘરમાં આખું  અઠવાડિયું સભ્યો ધમાલ મચાવે છે પણ વિકેન્ડમાં તો સલમાનનું જ ચાલે છે. વિકેન્ડના વાર વખતે સૌથી વધારે ટીઆરપી મળે છે કારણ કે આ  બંને દિવસે સલમાન ટીવી પર જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: Chhapaakના ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર ચોધાર આંસુએ રોઈ પડી દીપિકા પાદુકોણ!


જોકે સલમાનના આ શો પરના હોસ્ટિંગથી તેનો પરિવાર બહુ અપસેટ છે. સલમાનનો પરિવાર ઇચ્છે છે કે તે હવે બિગ બોસનો સાથ છોડી દે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સલમાનનો પરિવાર આ શોથી બહુ અપસેટ છે. હકીકતમાં સલમાન આ શોમાં બહુ ગુસ્સો કરે છે જેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. પરિવારનું માનવું છે કે વધારે પડતો ગુસ્સો કરવાથી સલમાન તબિયત વધારે બગડી શકે છે. 


Dabangg 3 : સઇએ શેયર કર્યું સલમાન ખાનનું ધાંસુ પોસ્ટર, તસવીરનું ફિલ્મ સાથે ખાસ કનેક્શન 


હકીકતમાં સલમાન Trigeminal Neuralgia નામની બીમારીથી પીડાય છે. આ બીમારીમાં ચહેરાની નસોમાં દુખાવો થાય છે. આ સંજોગોમાં સલમાન જ્યારે બહુ ગુસ્સો કરે છે ત્યારે તેને ભારે દુખાવો થાય છે. આ મામલે પ્રોડક્શન હાઉસ અને મેકર્સ સાથે પણ વારંવાર વાત કરવામાં આવી છે પણ મેકર્સ કોઈપણ હિસાબે સલમાન સાથે જ આ શો કરવા ઇચ્છે છે. સલમાન હાલમાં દબંગ 3ના પ્રમોશન લાગેલો છે અને આ કારણે વર્કલોડ વધવાથી તેની સમસ્યામાં વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક