નવી દિલ્હીઃ વાલ્મિકી સમાજ પર કથિત આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલામાં અભિનેતા સલમાન ખાનની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠ આવતીકાલે તે નક્કી કરી શકે કે, સલમાન વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં દાખલ અરજીને રદ્દ કરવામાં આવે કે નહીં. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી છે. આ સાથે તે પણ માંગ કરી છે કે તમામ રાજ્ય સરકારોની પોલીસને તે પણ સૂચના આપવામાં આવે તે તેની વિરુદ્ધ આ મામલા સંબંધિત કોઈ ફરિયાદ કે એફઆઈઆર દાખલ ન કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ SC/ST એક્ટ મુજબ રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં ચાલી રહેલા કેસો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે આ મામલામાં જોડાયેલા અરજીકર્તા અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો હતો. સલમાન પર આરોપ છે કે ફિલ્મ ટાઇગર જિંદા હૈના પ્રમોશન દરમિયાન પોતાના એક ડાન્સ સ્ટેપ વિશે જણાવતા સમુદાય વિશેષ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ આ મામલામાં સલમાન પર દેશભરના 6 અલગ-અલગ રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


શું છે મામલો
વાલ્મિકી સમાજે સમલાન ખાનની આ ટિપ્પણી પર વિરોધ વ્યક્ત કરતા તેની વિરુદ્ધ રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં કેસ દાખલ કરાવ્યો હતો. ગત વર્ષે ટાઇગર જિંદા હૈના પ્રમોશન દરમિયાન ડિસેમ્બરમાં બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં બંન્ને વાતચીત કરતા વાલ્મિકી સમાજ વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરતા દેખાતા હતા. આ ઈન્ટરવ્યૂમાં સલમાન પર વાલ્મિકી સમાજની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેની ફિલ્મ ટાઇગર જિંદા હૈનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.વાલ્મિકી સમાજનું કહેવું છે કે, જાહેરમાં ખોટ્ટા શબ્દનો ઉપયોગ કરવાથી અમારા સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.