Salman Khan Threat: બોલીવુડ એક્ટર સલમાન ખાન ઘણા વર્ષોથી ગેંગસ્ટરના નિશાના પર છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગેંગસ્ટર બિશ્નોઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, એક્ટરને મારવાનો પ્લાન તો 2018 માં જ બન્યો હતો, પરંતુ કોઈ કારણથી તે પ્લાન ફેલ થઈ ગયો. હવે તાજેતરમાં થોડા દિવસ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક લેટર મળ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી કે સલમાન અને તેમને સિદ્ધુ મુસેવાલા બનાવી દેશે. એટલે કે તેમને મારી નાખશે. આ ધમકી બાદ ભાઈજાનની સુરક્ષા એકદમ વધારી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ વચ્ચે સમાચાર છે કે સલમાન ખાન સેલ્ફ પ્રોટેક્શન, એટલે કે પોતાી સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે એપ્લાય કર્યું છે. મુંબઇ પોલીસે આ મામલે જાણકારી આપી છે. સલમાન ખાન આજે પોલીસ કમિશનર વિવેક ફંસલકરથી મળ્યા હતા જે બાદ ચર્ચાનો વિષય બન્યો હતો કે આખરે ભાઈજાન મુંબઇ પોલીસ કમિશનરને કેમ મળ્યા હતા? હવે મુંબઇ પોલીસે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાજેરતમાં ધમકી ભર્યો લેટર મળ્યા બાદ અભિનેતા સલમાન ખાને મુંબઇ સીપી કાર્યાલયમાં સેલ્ફ પ્રોટેક્શન માટે હથિયાર લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું.


આ ફિલ્મની રીલિઝ પહેલા એક્ટરનું થયું નિધન, જીત્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube