નવી દિલ્હી: બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી સલમાન ખાન (Salman Khan)ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સલ્લૂ મિયાં ટૂંક સમયમાં એનિમેટેડ અંદાજમાં જોવા મળશે. જી હાં, સમાચારોનું માનીએ તો સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan) ટૂંક સમયમાં દબંધ (Dabangg) ફિલ્મને એનિમેટેડ સીરીઝમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેના માટે અરબાઝ સતત કોઈ ઓટીટી પ્લેટફોર્મથી વાતચીત કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું 


અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડલાઈફ ડોટકોમના અનુસાર, આ વિશે વધુ જાણકારી આપતા અરબાઝે કહ્યું કે, મને જણાવતા ઘણી ખુશી થઈ રહી છે કે, ચુલબુલ પાન્ડેનું કેરેક્ટર ફરી એકવાર દર્શકોની સામે હશે. અરબાઝ ખાને (Arbaaz Khan) વધુમાં કહ્યું કે, ઓટીટી પ્લેટફોર્મની એખ સારી વાત એ છે કે, તમને રચનાત્મક સ્વતંત્રતા મળે છે. આ કારણ છે કે, અમે દબંગ ફિલ્મને નાની નાની સ્ટોરી સાથે અમે દર્શકોની સામે રજૂ કરીશું. ચુલબુલ પાન્ડેના કેરેક્ટરને વ્યાપક સ્વરૂપમાં દેખાડીશું અને અમને આશા છે કે, દર્શકોને ચુલબુલ પાન્ડેનો આ એનિમેટેડ અંદાજ પસંદ આવશે.


બોલિવુડની ફેમસ એક્ટ્રેસની આ નાનકડી દીકરી શીખી રહી છે ઘોડેસવારી


અરબાઝ ખાને (Arbaaz Khan) આ વિશેમાં વધુ જાણકારી આપતા કહ્યું કે, અમારી ટીમ કોઝ્મોસ-માયા એનિમેશન સ્ટૂડિયોની સાથે મળીને તેનું નિર્માણ ભવ્ય તરીકે કરશે. અમને આ વાતની પણ ખુશી છે કે, કોઝ્મોસ-માયાની સાથે અમે જોડાઈ રહ્યાં છીએ. ફિલ્મ દબંગની એનિમેટેડ સીરીઝમાં ચુલબુલ પાન્ડે (સલમાન ખાન) ઉપરાંત રજ્જો (સોનાક્ષી સિન્હા), પ્રતાપતિ (વિનોદ ખન્ના) જેવા કેરેક્ટર પણ જોવા મળશે. ત્યારે વિલનની ભૂમિકામાં બચ્ચા ભઈયા (પ્રકાશ રાજ), છેદી સિંહ (સોનૂ સૂદ) અને બાલી (સુદીપ) જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube