સલમાન ખાને કર્યો બાળકો અંગે ખુલાસો કહ્યું... પિતા બનવું હતું પણ કાયદાના કારણે અધુરી રહી ગઈ ઈચ્છા
Salman Khan Want Be Father: સલમાન ખાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અંગત જીવનને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા. જેના કારણે ફરી એક વખત સલમાન ખાન અને તેના સંબંધો ચર્ચામાં આવી ગયા છે.
Salman Khan Want Be Father: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એક વખત તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સલમાન ખાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અંગત જીવનને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા. જેના કારણે ફરી એક વખત સલમાન ખાન અને તેના સંબંધો ચર્ચામાં આવી ગયા છે.
આ પણ વાંચો:
વોડકા પછી આર્યન ખાને શરુ કર્યો કપડાનો બિઝનેસ, જાણો કઈ છે બ્રાંડ અને કેટલી હશે કીંમત
ગજબ છે આ અભિનેત્રીના નખરા... 5 વખત રિજેક્ટ કરી ચુકી છે સલમાન ખાન સાથેની ફિલ્મો
દીકરીના જન્મ પછી સ્ટ્રેસમાં રહે છે આલિયા ભટ્ટ, આ બાબતે ડોક્ટરની લેવી પડે છે સલાહ
સલમાન ખાને આ મુલાકાતમાં જણાવ્યું હતું કે લગ્નની તો ખબર નથી પરંતુ તેને એક વખત બાળકો માટે વિચાર્યું હતું. જી હા સલમાન ખાને જણાવ્યું હતું કે તેને પિતા બનવું હતું અને બાળકો જોઈતા હતા. પરંતુ ભારતનો કાયદો તેની પરવાનગી નથી આપતો તેથી તેની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. એ વાત સૌ કોઈ જાણે છે કે સલમાન ખાન બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે સોશિયલ મીડિયા પર પણ તે પોતાની બહેન અર્પિતાના સંતાનો સાથે ફોટા શેર કરતો હોય છે.
આ મુલાકાત દરમિયાન પણ સલમાન ખાને કહ્યું હતું કે તેને બાળકો ખૂબ જ પસંદ છે અને તે બાળક માટે પ્લાનિંગ કરતા હતા. તેણે કહ્યું હતું કે તેના પરિવારને પુત્રવધુ મળશે કે નહીં તેની તો ખબર નથી પરંતુ તે બાળક માટે વિચારતા હતા પરંતુ ભારતનો કાયદો એવો છે કે હવે તે શક્ય નથી. ત્યાર પછી તેણે હળવા અંદાજમાં કહ્યું હતું કે બાળક માટે માતાની જરૂર નથી કારણ કે તેમની પાસે એવા ઘણા લોકો છે જે બાળકોનું માતાની જેમ ધ્યાન રાખશે.