Khans of Bollywood: લગભગ છેલ્લાં 3 દાયકાથી બોલીવુડમાં આ ખાન ટ્રિપુટીનું રાજ ચાલે છે. અહીં વાત થઈ રહી છે બોલીવુડના સુપર ખાન ગણાતા સલમાન, શાહરુખ અને આમિરની. જોકે, બદલાતા સમયની સાથે ખાન ટ્રીપુટીના જીવનમાં પણ ગણો બદલાવ આવ્યો છે. એની સાથો-સાથ રૂપેરી પડદા પર અને બોક્સ ઓફિસ પર પણ આ સુપરસ્ટાર્સ કેટલોક બદલાવ ફેસ કરી રહ્યાં છે. ત્યારે જોઈકે, તેમનું વિતેલું વર્ષ એટલેકે, 2022 કેવું રહ્યું અને તેમનું નવું વર્ષ 2023 કેવું રહેશે? શું કહી રહ્યાં છે બોલીવુડના ત્રણેય સુપર ખાનના સિતારા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે સેંકડો ફિલ્મો રિલીઝ થાય છે. કેટલીક હિટ થાય છે તો કેટલીક ફ્લોપ, કેટલીક સુપર હિટ અને ડિઝાસ્ટર જાહેર કરવામાં આવે છે. પરંતુ તમારા મનપસંદ સુપરસ્ટાર્સની કરિયરનો ગ્રાફ આ ફિલ્મોના બોક્સ ઓફિસ રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે. તો આવો, હવે જ્યારે વર્ષ 2022 સમાપ્ત થવાના આરે છે અને 2023 શરુ થવાનું છે. તો ચાલો જાણીએ કે બોલિવૂડના ત્રણ સુપર ‘ખાન’ એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનું વર્ષ 2022 કેવું રહ્યું અને કેવું રહેશે વર્ષ 2023?

આ પણ ખાસ વાંચોઃ
અમિતાભે સાડી પહેરી ત્યારે આ અભિનેતાએ ઉડાવી હતી મજાક! જાણો પછી શું થયું


Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું નવું વર્ષ કેવું રહેશે?


આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત


સલમાન ખાન-
બોલિવૂડના દબંગ ભાઈ જાન સલમાન ખાનની વાત કરીએ તો સલમાન ખાને પણ 2022માં કોઈ મોટી ફિલ્મ કરી નથી. સલમાન ખાને રિતેશ દેશમુખની દિગ્દર્શિત પ્રથમ મરાઠી ફિલ્મ વેદમાં કેમિયો કર્યો છે. તે તેલુગુ ફિલ્મ ગોડફાધરમાં પણ કેમિયો કરતો જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શો બિગ બોસનું હોસ્ટિંગ પણ કરી રહ્યો છે. આ સાથે સલમાન શાહરૂખની ફિલ્મ પઠાણમાં પણ કેમિયો કરતો જોવા મળશે. સલમાન ખાન બોલિવૂડમાં વર્ષ 2023માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તૈયાર છે. સલમાને તેની હોમ પ્રોડક્શન ફિલ્મ ભાઈજાનનું નામ બદલીને કિસી કા ભાઈ કિસી કી જાન કરી દીધું છે. જે વર્ષ 2023માં ઈદના અવસર પર રિલીઝ થશે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ, દગ્ગુબાતી વેંકટેશ પણ જોવા મળશે. તેમજ સલમાન યશ રાજ બેનરની હાઈ બજેટ ફિલ્મ ફ્રેન્ચાઈઝી ટાઈગર 3નો પણ ભાગ હશે. આ ફિલ્મને દિવાળી સુધીમાં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


શાહરૂખ ખાન-
સૌથી પહેલા બોલીવુડના કિંગ ખાનની વાત કરીએ તો શાહરૂખ છેલ્લા ચાર વર્ષથી મોટા પડદા પરથી ગાયબ હતો. આ પછી જ્યારે શાહરૂખ સ્ક્રીન પર પાછો ફર્યો ત્યારે તેણે બેક-ટુ-બેક ત્રણ ફિલ્મોની જાહેરાત કરી હતી. વર્ષ 2022ની વાત કરીએ તો શાહરૂખે સોલ હીરો સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કર્યો નથી. પરંતુ શાહરૂખે આર. માધવનની ફિલ્મ રોકેટરીમાં સ્પેશિયલ અપિયરન્સ આપીને ફેન્સને પોતાની યાદ જરુર અપાવી દીધી હતી તેમજ તેને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ એેક કેમિયો કર્યો હતો. 15 મિનિટના વાનરઅસ્ત્રની ભૂમિકામાં શાહરૂખે એવી છાપ છોડી હતી કે દરેક લોકો તેના સ્પિન ઑફની માંગ કરવા લાગ્યા હતા. 2023માં શાહરૂખ ખાન મોટા પ્રોજેક્ટ્સ અને મોટા વચનો સાથે એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. વર્ષની શરૂઆત સાથે જ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાનમાં શાહરૂખની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. જે બીજી જૂને ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. જ્યારે, રાજ કુમાર હિરાનીની ડંકી વર્ષના અંતમાં 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે તાપસી પન્નુ અને બોમન ઈરાની હશે. આ ત્રણેય હાઈ બજેટ ફિલ્મો છે. શાહરૂખ ખાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગરમાં પણ પઠાણના પાત્રમાં કેમિયો આપતો જોવા મળશે.


આમિર ખાન-
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરે છે અને તે પણ સુપર ડુપર હિટ સાબિત થાય તેવી. પરંતુ એવું લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી તેની કરિયરને ગ્રહણ લાગી ગયું છે. આમિરની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 2022માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. 180 કરોડના બજેટમાં બનેલા લાલ સિંહ ચઢ્ઢાએ માત્ર 129 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મના રાઇટ્સ ખરીદવામાં આમિરને દસ વર્ષ લાગ્યા હતા. આ પહેલા વર્ષ 2018માં આમિરની હાઈ બજેટ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રીલિઝ થઈ હતી. પરંતુ તે પણ કઇ ખાસ કમાલ બતાવી શકી ન હતી. એકંદરે આ વર્ષ આમિર માટે ખૂબ જ ખરાબ રહ્યું. કદાચ તેથી જ આપણે તેના આવનારા વર્ષનું મૂલ્યાંકન પણ કરી શકતા નથી કારણ કે તેણે પોતે જ ફિલ્મોમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.


આ પણ ખાસ વાંચોઃ


સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે મોટો ખુલાસો! કોણે માર્યા હતા અભિનેતાની આંખ પર મુક્કા?


મોદી સરકારની  New Year Gift, 1 જાન્યુઆરીથી લાખો લોકોના ખાતામાં આવશે વધુ રૂપિયા!


નવું ટેન્શન! 1000ની નવી નોટ આવશે અને 2000ની નોટ જમા કરાવવી પડશે?