નવી દિલ્હીઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) વિજયા દશમી પર પોતાના ફેન્સને સરપ્રાઇઝ આપી છે. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની મોસ્ટ અવેટેડ મૂવી કિસી કા ભાઈ કિસી કી જાનનો લુક શેર કર્યો છે. તસવીરમાં સલમાન ખાન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો છે. ફેન્સને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાના વાળમાં જોવા મળ્યો સલમાન ખાન
સલમાને પોસ્ટની સાથે લખ્યું, 'વો થા કિસી કા ભાઈ, યહ હૈ કિસી કી જાન.' બ્લેક એન્ડ વાઇટ સૂટમાં સલમાન ખાન ખુબ સારો લાગી રહ્યો છે. તેની સાથે કાળા ચશ્માએ તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા સલમાને ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું, જેમાં તેના લાંબા વાળ હતા. પરંતુ એક્ટરના આ લુકમાં તેના નાના વાળ જોવા મળી રહ્યાં છે. સલમાનની પોસ્ટને લાખો લાઇક્સ મળી છે. 


Watch Video: ડાન્સ કરતા કરતા આ શું થયું ઉર્વશીને? કેમેરા સામે ટોપ કાઢીને ફેંકી દીધુ


રફ એન્ડ ટફ લુકમાં જોવા મળ્યો સલમાન
સલમાન ખાનની ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. જેમાં સલમાન ખાન રફ એન્ડ ટફ લુકમાં જોવા મળ્યો. ટીઝરમાં સલમાન ખાન લદ્દાખ ઘાટીમાં એક ક્રૂઝર મોટરસાઇકલ ચલાવતો જોવા મળ્યો. એક્ટરે બ્રાઉન કલરનો શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. ટ્રેડમાર્ક સનગ્લાસની સાથે તેના લાંબા વાળનો લુકને પહાડી હવાએ ધાંસૂ બનાવી દીધો છે. ટીઝરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube