Bigg Boss 18: ટીવીનો સૌથી વિવાદિત શો bigg boss ફરી એક વખત દર્શકોના મનોરંજન માટે શરૂ થઈ રહ્યો છે. આ વખતે પણ સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરશે. તાજેતરમાં જ બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે જ શો ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. Bigg boss નો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ અભિનેત્રીના કારણે આજ સુધી કુંવારો છે સલમાન, સંગીતા બિજલાની સાથે નક્કી લગ્ન તુટ્યા


Colors tv એ જે પ્રોમો શેર કર્યો છે તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે આ વખતે ઘરમાં ભુચાલ આવશે. કારણકે bigg boss માં ટાઈમ નું તાંડવ જોવા મળશે. Bigg boss નો આ પ્રોમો રહસ્યમય અને રસપ્રદ લાગી રહ્યો છે અત્યાર સુધીની સિઝનમાં જે જોવા નથી મળ્યો તે આ સીઝનમાં જોવા મળશે તેવું પ્રોમોમાં કહેવામાં આવી રહ્યું છે. Bigg boss 18 ના પ્રોમોમાં સલમાન ખાનનો દમદાર અંદાજ જોવા મળે છે. 


આ પણ વાંચો: બોલીવુડની આ 5 અભિનેત્રીઓના અફેર હતા અંડરવર્લ્ડ ડોન સાથે, જેના કારણે કરિયર થયું બરબાદ


પ્રોમો રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે લોકો તેના પર કોમેન્ટ કરીને શોની થીમને લઈ અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે. સાથે જ શોમાં આ વખતે કયા કયા સ્પર્ધકો જોવા મળશે તેની પણ ચર્ચા થવા લાગી છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by ColorsTV (@colorstv)


 


આ પ્રોમોની સાથે bigg boss 18 ના પ્રીમિયરની ડેટ પર રીવિલ કરી દેવામાં આવી છે. બિગ બોસનું ગ્રાન્ડ પ્રીમિયર રવિવાર અને 6 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે colors TV અને જીઓ સિનેમા પર થશે. Bigg boss ટીવીનો લોકપ્રિય અને વિવાદિત રીયાલિટી શો છે.