Salman Khan: આ અભિનેત્રીના કારણે આજ સુધી કુંવારો છે સલમાન, સંગીતા બિજલાની સાથે લગ્ન નક્કી હતા ને તુટી ગયા

Salman Khan: સંગીતા બિજલાની અને સલમાન ખાનની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી હતી. સંગીતા બિજલાની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે સલમાન ખાન લગ્ન કરવા તૈયાર થયો હતો. તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ તેમ છતાં સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્ન તૂટી ગયા.

Salman Khan: આ અભિનેત્રીના કારણે આજ સુધી કુંવારો છે સલમાન, સંગીતા બિજલાની સાથે લગ્ન નક્કી હતા ને તુટી ગયા

Salman Khan: બોલીવુડ કલાકારોની ફિલ્મો કરતાં તેમની લવ સ્ટોરી વધારે ચર્ચામાં રહે છે. તેમાં પણ વાત જો સલમાન ખાનની હોય તો તેની લવ સ્ટોરી તો સૌથી વધુ ચર્ચાનો વિષય રહી છે. સલમાન ખાનનું નામ અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ એક અભિનેત્રી એવી છે જેની સાથે ખરેખર સલમાન ખાન લગ્ન કરવાનો હતો. આ અભિનેત્રી છે સંગીતા બિજલાની. 

સંગીતા બિજલાની અને સલમાન ખાનની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી હતી. સંગીતા બિજલાની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે સલમાન ખાન લગ્ન કરવા તૈયાર થયો હતો. તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ તેમ છતાં સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્ન તૂટી ગયા. અને ત્યાર પછી આજ સુધી સલમાન ખાન કુવારો છે. સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્નના કાર્ડ છપાયા પણ તેમના લગ્ન ન થયા તેની પાછળ પણ એક અભિનેત્રી જવાબદાર છે. 

સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્નની તૈયારીઓ થઈ ચૂકી હતી અને તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ બંનેના લગ્ન તૂટી ગયા. તેનું કારણ હતી 16 વર્ષની અભિનેત્રી સોમી અલી. સોમી અલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સોમી અલીએ જણાવ્યું કે તેના કારણે સંગીતા અને સલમાન ખાન અલગ થઈ ગયા હતા. આ ઘટના માટે તેણે અનેક વખત સંગીતા બિજલાનીની માફી પણ માંગી હતી. સોમી અલીએ એવું પણ જણાવ્યું કે તે સમયે તે નાની હતી અને તેને ખબર ન હતી કે તે શું કરી રહી છે. જ્યારે તેને પોતાની ભૂલનું ભાન થયું તો તેણે સંગીતા બિજલાનીની માફી પણ માંગી હતી પરંતુ ત્યાં સુધીમાં સંગીતા ક્રિકેટર અઝરૂદ્દીન સાથે લગ્ન કરી ચૂકી હતી. 

કહેવાય છે કે 1994માં સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્ન થવાના હતા. લગ્નના કાર્ડ છપાઈ પણ ગયા હતા અને નજીકના મિત્રો અને સંબંધીઓને કાર્ડ પહોંચી પણ ગયા હતા. સલમાન ખાન અને સંગીતા બિજલાની એકબીજાને આઠ વર્ષ સુધી ડેટ કરી ચૂક્યા હતા અને પછી લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ લગ્નના એક મહિના પહેલા સલમાન ખાનને 16 વર્ષની અભિનેત્રી સોમી અલી સાથે પ્રેમ થઈ ગયો. રિપોર્ટ્સ અનુસાર સંગીતા બિજલાનીને સલમાન ખાન અને સોમી અલીના સંબંધો વિશે ખબર પડી ગઈ અને તેણે સલમાન સાથે લગ્ન તોડી નાખ્યા. 

જોકે સલમાન ખાન અને સોમી અલીના સંબંધો પણ લાંબો સમય ચાલ્યા નહીં. સલમાન ખાનના જીવનમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી થઈ અને સોમી અલી સાથેના તેના સંબંધો તૂટી ગયા.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news