નવી દિલ્હીઃ નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી ટીવી શો બિગ બોસ સીઝન 15 (Bigg Boss 15) માટે ફેન્સ ઉત્સાહી છે. ઈદના ખાસ અવસરે સુપરસ્ટાર સલમાન ખાને  (Salman Khan) પોતાના ફેન્સને ઈદી આપતા શોનો પ્રથમ પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન પોતાના અનોખા અંદાજમાં હસ્તો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને ફેન્સને કર્યા કન્ફ્યૂઝ
પ્રોમો વીડિયોમાં સલમાન ખાને ફેન્સને અનેક હિંટ આપી છે પરંતુ સાથે કેટલીક વાતોમાં કન્ફ્યૂઝ કરી દીધા છે. હકીકતમાં સલમાન ખાને પ્રોમો વીડિયોમાં કહ્યુ કે, આ વખતની સીઝન એવી હશે કે આ ટીવી પર બેન થઈ જશે. સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલ બિગ બોસનો આ પ્રથમ પ્રોમો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


ફોટોમાં બ્રાની સ્ટ્રાઇપ દેખાડી રહી હતી 'રીટા રિપોર્ટર', લોકોએ કરી અશ્લીલ કોમેન્ટ


ટીવી પર સલમાન ખાન કરશે હોસ્ટ
વીડિયોમાં સલમાન ખાને કહ્યુ- ટીવી પર હું હોસ્ટ કરીશ. બૂટમાં, સૂટમાં, જેથી તમે સૌથી પહેલા જૂઓ વૂટ પર. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે તેને સલમાન ખાનનું  OTT ડેબ્યૂ ન કહી શકાય. એટલે કે સલમાન ખાન ઓટીટી પર આ શોને હોસ્ટ કરતો જોવા મળશે નહીં. પરંતુ એટલું સ્પષ્ટ છે કે શોની શરૂઆત પહેલા ઓટીટી પર થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube