Box Office પર સલમાનની `ભારત`એ રચ્યો ઇતિહાસ, પહેલાં જ દિવસે કરી આટલા કરોડની કમાણી
સલમાન ખાનની ઇદ રિલીઝ `ભારત` બોક્સ ઓફિસ પર છવાઇ ચૂકી છે અને તેનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડીયામાં આવેલા સમાચાર અનુસાર `ભારત` એ પ્રથમ દિવસે 43 થી 45 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને આ સાથે જ આ ફિલ્મ બોલીવુડના સેકન્ડ હાઇએસ્ટ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ પહેલાં આમિર ખાનની ફિલ્મ `ઠગ્સ ઓફ હિંદોસ્તાન`નું નામ ટોપ પર છે. તમને જણાવી દઇએ કે `ભારત`ને ક્રિટિક્સની રેટિંગમાં 3 થી 5 વચ્ચે સ્ટાર આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સલમાન ખાનની ઇદ રિલીઝ 'ભારત' બોક્સ ઓફિસ પર છવાઇ ચૂકી છે અને તેનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડીયામાં આવેલા સમાચાર અનુસાર 'ભારત' એ પ્રથમ દિવસે 43 થી 45 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને આ સાથે જ આ ફિલ્મ બોલીવુડના સેકન્ડ હાઇએસ્ટ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ પહેલાં આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'નું નામ ટોપ પર છે. તમને જણાવી દઇએ કે 'ભારત'ને ક્રિટિક્સની રેટિંગમાં 3 થી 5 વચ્ચે સ્ટાર આપવામાં આવ્યા છે.
'ભારત' જોતાં પહેલાં વાંચો FILM REVIEW | ઇદ પર ફરી ચાલ્યો સલમાન ખાનનો જાદૂ
રાજકોટવાસીઓને કેવી લાગી સલમાન ખાનની ફિલ્મ 'ભારત' , જુઓ વીડિયો
તમને જણાવી દઇએ કે એસ્ટિમેટેડ આંકડાનું માનીએ તો આવનાર બોક્સ ઓફિસ નંબર્સ ચોંકાવનાર રહેશે જે અત્યાર સુધીના ઘણા રેકોર્ડ તોડી શકે છે. તો બીજીતરફ યૂપી, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ફિલ્મની કમાણીના આંકડા સૌથી સારા અને વધુ આવી રહ્યા છે. તો બીજી તરફ ફિલ્મને 70 દેશોમાં લગભગ 1300 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત 'ભારત'માં કૈટરીના કૈફ અને દિશા પટણી લીડ એક્ટ્રેસ રોલમાં જોવા મળશે.