નવી દિલ્હીઃ બોલીવુડમાં સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વચ્ચે કોઈ બોલીવુડ સેલેબ્સ વેક્સિન લઈ રહ્યાં છે. આ વચ્ચે સમાચાર આવ્યા કે સલમાન ખાન (Salman Khan) એ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીદો છે. તેણે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને કર્યુ ટ્વીટ
સલમાન ખાને  (Salman Khan) ટ્વીટ કરી કહ્યુ, 'મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.' મહત્વનું છે કે સલમાન ખાનનો લીલાવતી હોસ્પિટલ જતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સલમાન હંમેશા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે કહેતો રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube